Gujarati Video: તાપીના નિઝરમાં કરા સાથે વરસાદ, જૂનાગઢમાં વાદળ છવાયા

જૂનાગઢના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો અને આકાશમાં વાદળ છવાયેલા જોવા મળ્યા હતા. તેમજ બપોર બાદ અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો  હતો અને કમોસમી વરસાદ થતા કેરીના પાકમાં નુકસાનની ભિતી સેવાઈ રહી છે.  

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2023 | 5:56 PM

એપ્રિલ માસની ગરમીની સાથે સાથે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો છે અને તાપી જિલ્લાના નિઝરમાં ભારે પવન ફૂંકાયો હતો તેમજ કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. તાપીના નિઝર તેમજ કુંકરમુંડામાં કમોસમી વરસાદ સાથે કરા પડ્યા હતા. તેમજ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. આ રીતે ફરીથી કમોસમી વરસાદ થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

જૂનાગઢમાં વાદળ ઘેરાયા

તો બીજી તરફ જૂનાગઢના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો અને આકાશમાં વાદળ છવાયેલા જોવા મળ્યા હતા.   તેમજ બપોર બાદ અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો  હતો અને કમોસમી વરસાદ થતા કેરીના પાકમાં નુકસાનની ભિતી સેવાઈ રહી છે.

આ પણ વાંચો: Gujarati Video : દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ યથાવત, અમદાવાદમાં ગરમીથી મળશે થોડી રાહત

કાળઝાળ ગરમીની સાથે વરસાદનું સંક્ટ

રાજ્યમાં કાળઝાળ ગરમી સાથે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ તોળાયું છે. હવામાન વિભાગ દ્વારા 23 અને 24 એપ્રિલે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની આગાહી  કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી કમોસમી વરસાદ પડવાની શક્યતા છે.. જોકે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિતના શહેરોમાં ગરમીથી રાહત મળવાના કોઈ અણસાર નથી. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 40થી 41 ડિગ્રી તાપમાન રહેશે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

રાજ્યના  ગત રોજ મોટાભાગના શહેર-જિલ્લામાં તાપમાનનો પારો 39 ડિગ્રીથી નીચે રહ્યો હતો. અમરેલી અને અમદાવાદમાં જ્યાં 39થી 41 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન નોંધાતું હતું. ત્યા 38 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગની આગાહી અનુસાર 22 એપ્રિલના રોજ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, અને કચ્છ પંથકમાં ભારેથી હળવો વરસાદ પડી શકે છે.  23થી 26 એપ્રિલ દરમ્યાન રાજ્યનું વાતાવરણ સુકુ રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">