પંચમહાલના (Panchmahal) કાલોલ પાસે આવેલા ચલાલી ગામે એક અનોખો પરંતુ જોખમી વરઘોડો નીકળ્યો હતો. જેમાં વરરાજા ઘોડા પર સવાર થઈને નહીં પણ બુલડોઝર (Bulldozer) પર સવાર થઈને આવ્યા હતા. સામાન્ય રીતે બગી કે ઘોડા પર જ વરઘોડો નીકળતો હોય છે, પરંતુ ચલાલી ગામે પોતાનો વટ પાડવા માટે બુલડોઝર મશીન પર જોખમી રીતે વરઘોડો કાઢવામાં આવ્યો હતો.
આ વરઘોડામાં પગ જાતે જ થરકવા લાગે તેવો ડીજેનો તાલ આંખો અંજાવી દે તેવી રોશની તો આકર્ષણનું કેન્દ્ર હતી જ, સાથે-સાથે મુખ્ય આકર્ષણ બે મોટા-મોટા જેસીબી મશીન હતા. જેના પર વરરાજા સહિત તેમના સગાસંબંધીઓ જોખમી રીતે સવાર થયા હતા. મશીનને એટલી ઊંચાઈ પર લઈ જવાયા હતા કે અકસ્માત સર્જાવાની શક્યતા હતી. મોટી સંખ્યામાં લોકો હાજર હોવાથી કોઈ દુર્ઘટના સર્જાવાની પણ શક્યતા હતી. તેમ છતાં વરરાજા અને તેના પરિવારે બીજાના જીવ જોખમમાં મૂકીને પણ વરઘોડો કાઢ્યો હતો.
પંચમહાલ શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો