AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video: વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એસ.ટી. નિગમના પડતર પ્રશ્નોની સમીક્ષા બેઠક યોજાઇ, 81 પ્રશ્નોનો સ્થળ જ નિકાલ કરાયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2023 | 10:57 PM
Share

ગાંધીનગર ખાતે વાહનવ્યવહાર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એસ.ટી. નિગમના પડતર પ્રશ્નો અંગેની સમીક્ષા બેઠક યોજાઈ લોકપ્રતિનિધિઓની એસ.ટી. નિગમને લગતી રજૂઆતોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં 184 મળેલ રજૂઆતો પૈકી 81નો સ્થળ પર જ નિકાલ થયો છે.

ગાંધીનગર ખાતે વાહનવ્યવહાર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એસ.ટી. નિગમના પડતર પ્રશ્નો અંગેની સમીક્ષા બેઠક યોજાઈ લોકપ્રતિનિધિઓની એસ.ટી. નિગમને લગતી રજૂઆતોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં 184 મળેલ રજૂઆતો પૈકી 81નો સ્થળ પર જ નિકાલ થયો છે. ગુજરાત વાહન વ્યવહાર નિગમને લગતા સંસદસભ્યો, ધારાસભ્યો તથા જિલ્લા પ્રમુખોના પડતર પશ્નો અંગેની સમીક્ષા બેઠક આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળી હતી.

નવા સચિવાલય, સ્વર્ણિમ સંકુલ-2  ખાતે યોજાયેલી આ બેઠકમાં સંસદસભ્યો, ધારાસભ્યો તથા જિલ્લા પ્રમુખો સહિતના લોકપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા એસ.ટી. નિગમના વિવિધ પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરી તેના ત્વરિત અને હકારાત્મક નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.

આ મંત્રીએ લોકપ્રતિનિધિઓ દ્વારા કરાયેલી 184 રજૂઆતો પૈકી 81નો સ્થળ પર જ નિકાલ કર્યો હતો જ્યારે બાકી રહેલા તમામ પ્રશ્નોનો નિકાલ લાવવા તત્પરતા દર્શાવી હતી. મંત્રીએ આ બેઠકમાં લોકપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા એસ.ટી. નિગમને લગતી રજૂઆતો જેવી કે, નવા બસ રૂટ શરૂ કરવા, રૂટના સમયમાં ફેરફાર કરવા તેમજ નવીન બસ સ્ટેન્ડ/પીકઅપ સ્ટેન્ડ બનાવવા સહિતના 184 જેટલી વિવિધ રજૂઆતો મળી હતી.

જે પૈકી 81 પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવવામાં આવ્યું છે. 61 પ્રશ્નો અન્વયે જરૂરી વિચારણા બાદ કાર્યવાહી કરી નિકાલ લાવવામાં આવશે, જ્યારે 33 પ્રશ્નો અન્વયે થયેલી રજૂઆતના સંદર્ભે વૈકલ્પિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આ પણ વાંચો : Gujarati Video: ડો. અતુલ ચગના મોતની જૂનાગઢ કોંગ્રેસ પ્રમુખે CBI તપાસની માગ કરી

Published on: Feb 14, 2023 10:55 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">