Gujarati Video: ડો. અતુલ ચગના મોતની જૂનાગઢ કોંગ્રેસ પ્રમુખે CBI તપાસની માગ કરી
સૌરાષ્ટ્રના જાણીતા તબીબ ડૉક્ટર અતુલ ચગના આપઘાત મુદ્દે કોંગ્રેસે સાંસદ રાજેશ ચુડાસમાનું રાજીનામું માગ્યું છે. જેમાં જૂનાગઢના જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે સાંસદે રાજીનામું આપવું જોઈએ. આ જાણીતા તબીબની આત્મહત્યા કેસમાં સરકાર તટસ્થ તપાસ કરાવે તેવી માગણી પણ કોંગ્રેસે કરી છે. આ ઉપરાંત કોંગ્રેસે સીબીઆઇ તપાસની માંગ કરી છે.
સૌરાષ્ટ્રના જાણીતા તબીબ ડૉક્ટર અતુલ ચગના આપઘાત મુદ્દે કોંગ્રેસે સાંસદ રાજેશ ચુડાસમાનું રાજીનામું માગ્યું છે. જેમાં જૂનાગઢના જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે સાંસદે રાજીનામું આપવું જોઈએ. આ જાણીતા તબીબની આત્મહત્યા કેસમાં સરકાર તટસ્થ તપાસ કરાવે તેવી માગણી પણ કોંગ્રેસે કરી છે. આ ઉપરાંત કોંગ્રેસે સીબીઆઇ તપાસની માંગ કરી છે.
પરિવારજનોએ આર્થિક સંકડામણના કારણે આપઘાત કર્યાની વાત ફગાવી
ગીર સોમનાથના વેરાવળમાં બહુચર્ચિત ડૉક્ટર અતુલ ચગ આપઘાત કેસમાં પરિવારજનોએ આર્થિક સંકડામણના કારણે આપઘાત કર્યાની વાત ફગાવી દીધી છે. જેમાં મૃતક ડૉક્ટરના બહેને કહ્યું કે તેમના ભાઈ પૈસાને ક્યારેય મહત્વ નહોતા આપતા. તેમણે આક્ષેપ છે કે કોઈનું પ્રેશર હોવું જોઈએ કારણ કે તેમના ભાઈ હ્યદયથી નબળા નહોતા. તેમણે રઘુવંશી સમાજ અને પોલીસ પાસે ન્યાયની માગ કરી છે. તો બીજી તરફ સુસાઈડ નોટમાં રાજેશ ચુડાસમા નામના વ્યક્તિનો ઉલ્લેખ છે.
જે મુદ્દે મૃતકના બહેને કહ્યું કે- રાજેશ ચુડાસમાનું નામ તેમણે ભાઈના મોઢેથી એક-બે વખત સાંભળ્યું હતું. કોવિડમાં તેમના પપ્પાની સારવાર કરી હતી. તો બીજીતરફ પીઆઈ કક્ષાના અધિકારી આ કેસની તપાસ કરી રહ્યા છે.. પોલીસે પારદર્શક તપાસ કરવાનો દાવો કર્યો છે..પોલીસ સુસાઈડ નોટના આધારે તપાસ કરી રહી છે. જ્યારે નાણાકીય વ્યવહારો બાબતે પણ પૂછપરછનો દોર ચાલી રહ્યો છે.
તબીબે મોત વ્હાલુ કરતા લોકોમાં શોકની લાગણી
ગીરના ગરીબોના મસીહા ગણાતા ડોક્ટર અતુલ ચગના આપઘાત કેસમાં રહસ્ય ઘેરાઇ રહ્યું છે. ગીર સોમનાથના વેરાવળના નામાંકિત તબીબ અતુલ ચગે આપઘાત કરતા ખળભળાટ મચી ગયો હતો. તબીબે લખેલી સુસાઇડ નોટે કંઇક અલગ જ ઇશારો કરી રહી છે. સૌથી મોટો સવાલ એ સર્જાય કે કોણ છે નારણ અને રાજેશ ચુડાસમા. સુસાઇડ નોટમાં તબીબે લખેલા નામોની તટસ્થ તપાસની માગ પરિજનોએ કરી છે.
આપઘાત કેસમાં પોલીસ તપાસનો ધમધમાટ
તો લોહાણા સમાજ અને સાથી તબીબોએ પણ રાજકીય દબાણ હેઠળ આવ્યા વિના પોલીસ તપાસનો મુદ્દો ઉઠાવ્યો છે. હાલ ડોક્ટર અતુલ ચગના આપઘાત કેસમાં પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આ આપઘાત કેસમાં વેરાવળ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો : Gujarati Video: OBC અનામત નક્કી કરવા રચાયેલ જસ્ટિસ ઝવેરી કમિશનની મુદ્દત 12 માર્ચ સુધી લંબાવાઇ
