Gujarati Video: નરોડામાં ભેખડ ધસી પડતા ત્રણ શ્રમિકોના મોત, ફોર્ચ્યુન એમ્પાયર કન્સ્ટ્રક્શન સાઈટ ખાતે બની ઘટના
Ahmedabad: અમદાવાદના નરોડામાં ભેખડ ધસી પડતા ત્રણ શ્રમિકોના મોત થયા છે. ફોર્ચ્યુન એમ્પાયર કન્સ્ટ્રક્શન સાઈટ પર એકાએક માટી ધસી પડી હતી જેમા એક મહિલા સહિત ત્રણ શ્રમિકોના દટાવાથી મોત નીપજ્યા છે. વરસાદને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે.
Ahmedabad: અમદાવાદમાં હ્રદયદ્નાવક ઘટના સામે આવી છે. નરોડામાં કન્સ્ટ્રક્શન સાઈટ પર માટી ધસી પડતા 1 મહિલા સહિત 3 શ્રમિકના મોત નીપજ્યા. છે. નરોડાની ફોર્ચ્યુન એમ્પાયર બાંધકામ સાઇટ પર આ દુર્ઘટના ઘટી હતી. બાંધકામ કરતી વખતે માટી ધસી પડતા શ્રમિકો દટાયા હતા. જેમા સારવાર દરમિયાન ત્રણેય શ્રમિકોના મોત નીપજ્યા છે. મૃત્યુ પામેલા ત્રણેય શ્રમિકો રાજસ્થાનના ડુંગરપુરના રહેવાસી હતા. રિંગ રોડ પર આવેલી બાંધકામ સાઈટ પર ગઇકાલે રાત્રે પડેલા વરસાદને કારણે માટી ધસી પડી હોવાનું હાલ પ્રાથમિક અનુમાન છે.
ભેખડ ધસી પડતા ત્રણ શ્રમિકના મોત
અન્ય મજૂરોએ ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમે ઘટનાસ્થળે જઈ તપાસ શરૂ કરી હતી. દુર્ઘટનાને પગલે ઘટનાસ્થળ પર દોડાદોડી મચી ગઈ હતી. અન્ય મજૂરોએ તેમનુ કામ અટકાવી દઈ માટી નીચે દટાયેલા શ્રમીકોને બચાવવાના પ્રયાસ કર્યા હતા. જો કે ગૂંગળાઈ જવાને કારણે ત્રણ શ્રમિકના મોત નિપજ્યા હતા.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
આજે આ રાશિના લોકોની કિસ્મત ખુલશે, જીવનસાથી તરફથી મળશે ખાસ સરપ્રાઇઝ
અમિત શાહ વિશે આનંદીબેન પટેલે ઈશારા-ઈશારામાં કહી દીધી આ મોટી વાત- Video
ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનાવવાની દિશામાં અમદાવાદ, 2030 CWG માટે તૈયારીઓ
સુરતમાં ન્યૂડ વીડિયો બનાવી 50 લાખની ખંડણી માંગનાર બે ઝડપાયા
