Jamnagar Talati Exam: તલાટીની પરીક્ષાને લઈને તંત્ર સજ્જ, એસટી બસ સ્ટેન્ડ પર હજારોની સંખ્યામાં ઉમેદવારોની અવરજવર- Video
Jamnagar: જામનગરમાં તલાટીની પરીક્ષાને લઈને તંત્ર સજ્જ છે. એસટી બસ સ્ટેન્ડ પર આજુબાજુના તાલુકા અને ગામોમાંથી પરીક્ષા આપવા માટે હજારોની સંખ્યામાં ઉમેદવારો આવી રહ્યા છે. ઉમેદવારોને મુશ્કેલી ન પડે તે માટે વધાારની એસટી બસ ફાળવવામાં આવી છે.
જામનગરમાં તલાટીની પરીક્ષાને લઈને તંત્ર સજ્જ બન્યુ છે. એસટી બસ સ્ટેન્ડ પર હજારોની સંખ્યામાં ઉમેદવારોની અવરજવર થઈ રહી છે. ઉમેદવારોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વધારાની બસો ફાળવાઈ છે. શહેર અને તાલુકામાં કુલ 70 શાળા-કોલેજોમાં 84 યુનિટ પર પરીક્ષા લેવાશે. કુલ 794 વર્ગખંડોમાં કુલ 23,820 ઉમેદવારો પરીક્ષા આપશે. સુપરવાઈઝર, ઈન્વિજીલેટર સહિત 1 હજાર 729નો સ્ટાફ ફરજ બજાવશે. ગેરરીતિ અટકાવવા DRDA જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના ડાયરેક્ટરની મુખ્ય ઓબ્ઝર્વર તરીકે નિયુક્તિ કરાઈ છે. તમામ પરીક્ષા કેન્દ્ર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે.
વહેલી સવારથી એસટી સ્ટેન્ડ પર ઉમેદવારોનો જમાવડો
એસટી સ્ટેન્ડ પર સવારથી જ મોટી સંખ્યામાં ઉમેદવારોનો જમાવડો જોવા મળ્યો હતો. એસટી દ્વારા વધારાની બસો ફાળવાઈ હોવા છતા ઉમેદવારોને અને મુસાફરોને થોડી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઉમેદવારોના જણાવ્યા મુજબ એસટી નિગમ દ્વારા ઉમેદવારોને હાલાકી ન પડે તે માટે દર 15 મિનિટ બસ મળે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બીજી તરફ કેટલાક ઉમેદવારોને બસમાં જગ્યા ન હોવાથી હાલાકી પણ સહન કરવી પડી હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…