Gujarati Video: પાવાગઢ પર્વત પર દુકાનોનું દબાણ દૂર કરાયા, પાણીની સુવિધા શરૂ કરવા ઉઠી માગ
Panchmahal: પંચમહાલના પાવાગઢમાં પર્વત પર મકાનો અને દુકાનોનું દબાણ દૂર કરવામાં આવ્યુ છે. આ દબાણો દૂર કરવામાં આવતા યાત્રિકોને પીવાના પાણી સહિતની હાલાકી પડી રહી છે. થોડા દિવસો પહેલા તંત્ર દ્વારા તારાપુર દરવાજા સુધી દબાણ દૂર કરી દેવામાં આવ્યા છે. આથી યાત્રિકોને રસ્તામાં મળતા ચા, પાણી નાસ્તો બંધ થઈ ગયા છે.
Panchmahal: પંચમહાલના પાવાગઢ પર્વત પર મકાનો અને દુકાનોનું દબાણ દૂર કરાયા પદયાત્રીઓને આ હાલાકી સહન કરવાનો વારો આવ્યો છે.. પર્વત પરથી વહી રહેલા ઝરણાનું પાણી બોટલ કે ગ્લાસમાં ભરીને તરસ છીપાવવા મજબૂર બન્યા છે. કારણ કે, પર્વત ચઢતી વખતે ક્યાંય પાણી મળતું નથી. દુકાનો ન હોવાથી માત્ર મોટાઓ ને જ નહીં પરંતુ બાળકોને કારણે વધુ મુશ્કેલી પડી રહી છે. પદયાત્રીઓને ચ્હા-પાણી, શરબત અને નાસ્તો મળવાનો બંધ થઈ ગયો છે. પાવાગઢ પર્વત પર ચાલતા જતા ભક્તો માટે તંત્ર દ્વારા પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તે ખૂબ જરૂરી છે.
આ પણ વાંચો: Gir Somnath: વિશ્વ કલ્યાણની કામના સાથે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ત્રીદિવસીય ‘શ્રી ગણેશ મહાયજ્ઞ’નો પ્રારંભ
બીજી તરફ માચીમાં હટાવાયેલા દબાણોને લઈ વેપારીઓએ કલેક્ટરને રજૂઆત કરી છે. જિલ્લા પંચાયત દ્વારા 4 હેક્ટર જમીનમાં દબાણો દૂર કરાતા વેપારીઓની છત અને રોજગારી છીનવાઈ ગઈ છે.. જેથી વેપારીઓએ રોજગાર માટેની વૈકલ્પિક વ્યવસ્થાની માગ કરી છે. નવરાત્રિના તહેવારમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પાવાગઢમાં માતાજીના દર્શનાર્થે આવશે. જેમને પાણી સહિત જરૂરી વસ્તુઓની મુશ્કેલી ન પડે તે માટે દુકાનો પુનઃસ્થાપિત કરવા દેવામાં આવે તેવી વેપારીઓની માગ છે.
પંચમહાલ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
