Gujarati Video: કેરીના પાકને થયેલા નુકસાનને લઈને સરકાર ગંભીર, જાણો શું કહ્યું કૃષિમંત્રીએ

|

Apr 14, 2023 | 10:34 PM

ખેડૂતોને આશા હતી કે આ વર્ષે સારી કમાણી થશે, પરંતુ કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે. કેરીનો પાક ઘટશે અને ભાવો ઊંચા જશે અને સાથે જ કેરી બજારમાં 15થી 20 દિવસ મોડી પહોંચશે. કુદરતી આફત સામે લાચાર ખેડૂતો તંત્ર સમક્ષ સહાયની માગ કરી રહ્યા છે. 

કમોસમી વરસાદને લઈને વલસાડમાં કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. કેરીના પાકને થયેલા નુકસાનને લઈને રાજ્ય સરકાર પણ ગંભીર છે. માવઠાંને કારણે કેરી પકવતા ખેડૂતો માટે રાહતના સમાચાર આવી શકે છે. આ અંગે કૃષિ પ્રધાન રાઘવજી પટેલે જણાવ્યુ કે કેરીના નુકસાન અંગે સરકારને રજૂઆત મળી છે. કેરીના પાક નુકસાન મામલે રિપોર્ટ રજૂ થયા બાદ સરકાર આ મામલે વિચારણા કરવામાં આવશે.

ખેડૂતોને આશા હતી કે આ વર્ષે સારી કમાણી થશે, પરંતુ કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે. કેરીનો પાક ઘટશે અને ભાવો ઊંચા જશે અને સાથે જ કેરી બજારમાં 15થી 20 દિવસ મોડી પહોંચશે. કુદરતી આફત સામે લાચાર ખેડૂતો તંત્ર સમક્ષ સહાયની માગ કરી રહ્યા છે.

આ પણ વાંચો: Gujarati Video: બનાસકાંઠામાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન, ખેડૂતોને સરકાર પાસે સહાયની આશા

આંબે આવેલા મોર વરસાદ અને વાવાઝોડામાં ધોવાયા

જેમ સૌરાષ્ટ્રની કેરીને માવઠાંનો માર સહન કરવો પડ્યો છે. તે રીતે દક્ષિણ ગુજરાતમાં પણ તેમજ દેશભરમાં વખણાતી ગણદેવીની કેસર કેરીનો સ્વાદ પણ વાતાવરણને કારણે ફિક્કો પડી શકે છે. જ્યારે આંબે મોર આવ્યા, તે જ સમયે વરસાદ આવ્યો અને કેરીના મોરનું ધોવાણ થયું હતું. કેરીના પાકને કમોસમી ઝાપટાએ બરબાદ કરી નાખ્યો હતો. આખું વર્ષ કેસરના ફળ જોવા રાહ જોતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે.

છેલ્લા ઘણા વર્ષોથી માવઠાંને કારણે કેસર કેરીને નુકસાન થઈ રહ્યું છે. પરિણામે કેરીને બજાર પહોંચવામાં પણ ઘણા દિવસો લાગી જાય છે. પાક ઘટે છે, જેથી કેરીની કિંમત પણ વધી જાય છે. જો કે, ખૂબ મહેનત બાદ પણ ખેડૂતને લાભ થાય તેવું કશું બચતું નથી. હવે ખેડૂતો સરકાર સામે સહાયની મીટ માંડીને બેઠાં છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video