Gujarati Video : અમદાવાદના હાટકેશ્વર બ્રિજના પિલ્લરની ગુણવત્તાનું ટેસ્ટિંગ શરુ કરાયુ, મુંબઈની ઈ ક્યુબ લેબોરેટરી કરી રહી છે ટેસ્ટિંગ

Gujarati Video : અમદાવાદના હાટકેશ્વર બ્રિજના પિલ્લરની ગુણવત્તાનું ટેસ્ટિંગ શરુ કરાયુ, મુંબઈની ઈ ક્યુબ લેબોરેટરી કરી રહી છે ટેસ્ટિંગ

| Edited By: | Updated on: Mar 24, 2023 | 9:54 AM

હાટકેશ્વર બ્રિજના પિલ્લરની મજબૂતાઈ તપાસવા ટેસ્ટિંગની પ્રક્રિયા શરૂ કરાઈ છે. મુંબઈની ઈ ક્યુબ લેબોરેટરી છેલ્લા ચાર દિવસથી આ ટેસ્ટિંગની પ્રક્રિયા કરી રહી છે. આ ટેસ્ટિંગ કર્યા બાદ બ્રિજ અને પિલ્લરની મજબૂતાઈ અને તેના રિપોર્ટ પરથી સમગ્ર બ્રિજ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.

અમદાવાદના હાટકેશ્વર બ્રિજ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર હજી સુધી કોઈ નિર્ણય નથી લઈ શક્યું. ત્યારે હવે ફરી તપાસના નામે નાટક શરૂ કરાયા છે. હાટકેશ્વર બ્રિજના પિલ્લરની મજબૂતાઈ તપાસવા ટેસ્ટિંગની પ્રક્રિયા શરૂ કરાઈ છે. મુંબઈની ઈ ક્યુબ લેબોરેટરી છેલ્લા ચાર દિવસથી આ ટેસ્ટિંગની પ્રક્રિયા કરી રહી છે. આ ટેસ્ટિંગ કર્યા બાદ બ્રિજ અને પિલ્લરની મજબૂતાઈ અને તેના રિપોર્ટ પરથી સમગ્ર બ્રિજ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.

આ પણ વાંચો  :અમદાવાદમાં કેવી રીતે થયું બાળા બહુચરાનું આગમન ? જાણો નવાપુરાના જૂના બહુચર ધામની રસપ્રદ કથા, જુઓ video

ટેસ્ટિંગની પ્રક્રિયા કર્યા બાદ રિપોર્ટના આધારે આ બ્રિજના પિલ્લરની મજબૂતાઈ કેટલી છે તે જાણવા મળશે. ત્યારે સવાલ એ થાય કે શું હવે અલગ અલગ રિપોર્ટના બહાને કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને બચવવાના પ્રયાસ થઇ રહ્યા છે. શું છેલ્લા આઠ મહિનાથી બંધ હાટકેશ્વર બ્રિજ અંગે કાર્યવાહીને બદલે કોર્પોરેશન અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને બચાવવા તપાસ લંબાવી રહી છે.

મહત્વનું છે કે કોર્પોરેશન દ્વારા વિવિધ ખાનગી લેબોરેટરીઓ પાસે રિપોર્ટ કરાવતા તેમાં હલકી ગુણવત્તાનું બાંધકામ કર્યું હોવાનું સાબિત થયું હતું. IIT રુડકી પાસે પણ આ બ્રિજની તપાસ કરાવવામાં આવી છે જેનો રિપોર્ટ હજી સુધી આવ્યો ન હોવાનું તંત્ર કહે છે.