Gujarati Video: ગુજરાતમાં ગરમીને લઈને પાંચ દિવસ આકરા, 10થી 14 જુન સુધી તાપમાન 44 ડિગ્રીને પાર થવાની સંભાવના

|

May 09, 2023 | 3:25 PM

રાજ્યમાં ગરમીને લઈ હવામાન વિભાગે (Meteorological Department) આગાહી કરી છે. જે મુજબ આગામી પાંચ દિવસ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ રહેશે. સમગ્ર રાજ્યમાં પાંચ દિવસ દરમિયાન 2થી 3 ડિગ્રી સુધી તાપમાનનો પારો વધી શકે છે.

આગામી પાંચ દિવસ રાજ્યવાસીઓને અંગ દઝાડતી ગરમીનો સામનો કરવો પડશે. રાજ્યમાં ગરમીને લઇ હવામાન વિભાગે (Meteorological Department) આગાહી કરી છે. જે મુજબ આગામી પાંચ દિવસ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ રહેશે. સમગ્ર રાજ્યમાં પાંચ દિવસ દરમિયાન 2થી 3 ડિગ્રી સુધી તાપમાનનો પારો વધી શકે છે તો અમદાવાદમાં ગરમીને લઈ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આગામી પાંચ દિવસ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

આ પણ વાંચો –ગરમી વધતા જ અપાય છે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ, જાણો શું છે આ કલર કોડનો મતલબ

હવામાન વિભાગની આગાહી (weather forecast) અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભર ઉનાળે વરસાદ વરસી રહ્યો છે. જેમાં કચ્છ, અમરેલી, વલસાડ, બનાસકાંઠા સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. પરંતુ હવે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમીનો પારો એક થી બે ડિગ્રી વધશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગરમીને લઈને એલર્ટ જાહેર કરાયુ છે. 10થી 14 મેના રોજ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. 10 થી 14 તારીખે અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચી શકવાની સંભાવના છે. ઉત્તર પશ્ચિમી પવનોના કારણે તાપમાનમાં વધારો થશે. તો ગરમીને લઇ હવામાન વિભાગે લોકોને બપોરના સમયે કામ શિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. તો સાથે જ વધુ પડતા પ્રવાહીનું સેવન કરવા માટે સૂચના આપવામાં આવી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video