Gujarati Video : ફોર્ડમાંથી છૂટા થયેલા કર્મચારીઓ માટે ટાટા મોટર્સ લઈને આવ્યુ મોટી રાહત, 850 થી વધુ કર્મચારીઓને આપી રોજગારી

Gujarati Video : ફોર્ડમાંથી છૂટા થયેલા કર્મચારીઓ માટે ટાટા મોટર્સ લઈને આવ્યુ મોટી રાહત, 850 થી વધુ કર્મચારીઓને આપી રોજગારી

| Edited By: | Updated on: May 04, 2023 | 9:52 AM

Ahmedabad: સાણંદ સ્થિત GIDCમાં આવેલી ફોર્ડ કંપની બંધ થતા 850 થી વધુ કર્મચારીઓ બેરોજગાર બન્યા હતા. ત્યારે ટાટા મોટર્સે ફોર્ડના બેરોજગાર બનેલા કર્મચારીઓને રોજગારીની ઓફર આપી. જેમા 617 કર્મચારીઓ ફોર્ડ સાથે જોડાયા. આ કર્મચારીઓને કંપનીએ રોજગારીની સાથે શિક્ષણ પણ આપી રહી છે.

ફોર્ડમાંથી છુટા થયેલા કર્મચારીઓ માટે ટાટા મોટર્સ લઇને આવ્યું મોટી રાહત. ફોર્ડમાંથી છૂટા કરાયેલા 850થી વધુ કર્મચારીઓને ટાટા મોટર્સે રોજગારી આપી અને સાથે શિક્ષણ પણ આપી રહ્યું છે. અમદાવાદના સાણંદના જીઆઇડીસી વિસ્તારમાં ફોર્ડ કંપની કાર્યરત હતી.જે બંધ થયા બાદ ટાટા મોટર્સે તે કંપનીને હસ્તગત કરી બાદમાં 850થી વધુ કર્મચારીઓને રોજગારીની ઓફર આપી હતી. ઉપરાંત આ કર્મચારીઓના આધુનિક ભવિષ્ય માટે ટાટા મોટર્સે ખાનગી યુનિવર્સિટી સાથે ભાગીદારી કરીને શિક્ષણ માટે વ્યવસ્થા ગોઠવી. 617 કર્મચારીઓ ફોર્ડમાંથી ટાટા મોટર્સ સાથે જોડાયા છે.

આ તમામ કર્મચારીઓને રોજગાર આપવા માટે ટાટા મોટર્સે ગણપત યુનિવર્સિટી સાથે એમઓયુ કર્યા હતા. જે કર્મચારીએ ITI કર્યું હોય તેમને ડિપ્લોમા અને ડિપ્લોમા કરનાર માટે ડિગ્રી કોર્સની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. માત્ર ગણપત યુનિવર્સિટી જ નહીં પરંતુ સાણંદમાં આવેલી જગ્યા પર પણ વિશેષ ક્લાસરૂમની સુવિધા ઉભી કરવામાં આવી. જેથી કરીને કર્મચારીઓને લેબ અને અન્ય સુવિધાઓ પ્લાન્ટ ઉપર મળી રહેશે.

આ પણ વાંચો: Ahmedabad : અમદાવાદ-આગ્રા કેન્ટ સ્પેશિયલ ટ્રેનમાં બે-બે વધારાના સ્લીપર ક્લાસ કોચ જોડવામાં આવશે

ટાટા કંપની ઉચ્ચ અભ્યાસનો ખર્ચ ભોગવી અનેક લોકોને શિક્ષણ પહોંચાડતી હોવાથી કર્મચારીઓમાં ખુશી જોવા મળી હતી. સાથે આગામી સમયમાં થનાર ભણતરનો ખર્ચ ટાટા મોટર્સ ઉઠાવશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: May 04, 2023 09:51 AM