Gujarati video: સુરત પોલીસે નક્સલ પ્રભાવિત વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડ્યો
સુરત ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે આરોપીને ઝડપી પાડવા ગયામાં પાંચ દિવસથી ધામા નાખ્યા હતા. આરોપી ગયાના ભરચક બજારમાં હોવાની જાણ મળી હતી અને પોલીસની ટીમ આરોપીને ઝડપવા પહોંચી હતી.
સુરત ક્રાઈમ બ્રાંચે બિહારના નક્સલ પ્રભાવિત ગયામાં દિલધડક ઓપરેશન બાદ વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો. સુરત ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે આરોપીને ઝડપી પાડવા ગયામાં પાંચ દિવસથી ધામા નાખ્યા હતા. આરોપી ગયાના ભરચક બજારમાં હોવાની જાણ મળી હતી. પોલીસની ટીમે આરોપીને ઝડપવા પહોંચી. તો શાતિર આરોપી પંક્ચર વાળી કાર લઈને 25 કિલોમીટર સુધી ભાગતો રહ્યો. આરોપી નક્સલ પ્રભાવિત જંગલમાં ઘુસી ગયો. જ્યાં પીછો કરતા પોલીસ આરોપીની નજીક પહોંચી તો આરોપીએ બૂમો પાડી સ્થાનિકોને એકઠા કરીને બચવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સુરત ક્રાઈમ બ્રાંચના જવાનોએ સતર્કતા સાથે આઈડી કાર્ડ બતાવતા સ્થાનિકો પાછળ હટ્યા. અને શાતિર આરોપી પોલીસના સકંજામાં આવ્યો. આ ઝડપાયેલો આોપી વિવેક બિહારથી ફ્લાઈટમાં આવીને બેંકના ATMને નિશાન બનાવતો હતો.
ક્રાઈમ બ્રાંચે લોરેન્સ બિશ્નોઇ અને સંપત નહેરા ગેંગના 7 સાગરીતોની કરી ધરપકડ
દરમિયાન અન્ય એક ઘટનામાં સુરત પોલીસે સુરતમાં લોરેન્સ બિશ્નોઇ અને સંપત નહેરા ગેંગના સાગરિતોની ધરપકડ કરી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રાજસ્થાનના ઝૂંઝનું જીલ્લામાં સક્રિય એવી લોરેન્સ બિશ્નોઇ અને સંપત નહેરા ગેંગના કેટલાક સાગરિતો શહેરના પીપલોદ વિસ્તારમાં આવ્યા હોવાની બાતમી મળી હતી. ખાનગી રાહે તપાસ કરાતા સારસ્વત નગરમાં છેલ્લા કેટલાક સમયથી રાજસ્થાની યુવકો રહેવા આવ્યા હોવાનું જણાઈ આવ્યું હતું. અહીં દરોડા પાડવામાં આવતાં સાત શખ્સો ઝડપાયા હતાં. દેવેન્દ્રસિંહ મદનસિંહ શેખાવત, પ્રવીણસિંહ ભગવાનસિંહ રાઠોડ, કિશનસિંગ ઉર્ફે ક્રિશ્નાસિંહ શ્રવણસિંહ રાઠોડ, પ્રતિપાલસિંહ જીતસિંહ તવર, મોહિત મહેરચંદ યાદવ. અજયસિંહ રોહિતાસસિંહ ભાટી અને રાકેશ રમેશકુમાર સેન એમ સાત જણાને અટકાયતમાં લઇ પૂછપરછ કરવામાં આવી હતી.
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
