Gujarati Video: સુરત જેલમાં પોલીસ અધિકારીઓનો સપાટો, પોલીસ અધિકારીઓનું સર્ચ ઓપરેશન

|

Mar 24, 2023 | 11:52 PM

જેલમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. ગૃહ રાજ્ય પ્રધાનની ઉચ્ચસ્તરીય બેઠક બાદ દરોડા પાડવામાં આવ્યા હતા.   હાલમાં ચાલી રહેલી દરોડાની કામગીરીની ઉપર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ નજર રાખી રહ્યા છે. 

ગુજરાતની તમામ જેલોમાં એકસાથે દરોડા પાડવામાં આવ્યા છે . જેમાં જેલમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.ગૃહ રાજ્ય પ્રધાનની ઉચ્ચસ્તરીય બેઠક બાદ દરોડા પાડવામાં આવ્યા હતા. સુરતની લાજપોર સેન્ટ્રલ જેલ ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જેલમાં સઘન તપાસ આદરી હતી. રાજ્યભરની જેલમાં ગૃહવિભાગની ટીમ ત્રાટકી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ત્રિનેત્રના માધ્યમથી દરોડાની કાર્યવાહી નિહાળી હતી. જેમાં અમદાવાદ, જામનગર, રાજકોટ, વડોદરા, સુરત, જૂનાગઢ સહિત તમામ જિલ્લાની સેન્ટ્રલ જેલમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે.

દરોડાની કામગીરી ઉપર CM ભૂપેન્દ્ર પટેલની નજર

ગુજરાતની તમામ જેલોમાં એકસાથે દરોડા પાડવામાં આવ્યા છે . જેમાં જેલમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ગૃહ રાજ્ય પ્રધાનની ઉચ્ચસ્તરીય બેઠક બાદ દરોડા પાડવામાં આવ્યા હતા.  હાલમાં ચાલી રહેલી  દરોડાની  કામગીરીની ઉપર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ નજર રાખી રહ્યા છે.

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની બેઠક બાદ રાજ્યભરની તમામ જેલમાં દરોડા પાડવામાં આવ્યા છે.  નોંધનીય છે કે  ડીજી ઓફિસ ખાતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની ગુપ્ત બેઠક યોજાઈ હતી.  જેમાં ડીજીપી, એડીજીપી, આઈબી, સીઆઈડી એડીજીપી સહિતના અધિકારીઓ હાજર છે.  આ બેઠક બાદ જેલમાં ચાલતી ગેરકાયદે પ્રવૃતિ ઉપર મોટી કાર્યવાહી કરવામાં આવી હતી અને રાજયભરની જેલમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

જેલમાં હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જ્યારે રાજકોટ મધ્યસ્થ જેલમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત જૂનાગઢમાં  જિલ્લા જેલમાં જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો પહોંચ્યો જૂનાગઢમાં એસપી સહિતનો પોલીસ કાફલો જેલમાં તૈનાત છે અને  એસપી, ડીવાયએસપી, પી.આઈ સહિતના અધિકારીઓ હાજર છે. ભાવનગર  જેલમાં પોલીસના દરોડા ભાવનગર જેલમાં પણ મોટા પોલીસ કાફલા સાથે જિલ્લા જેલમાં દરોડા પડ્યા છે

બે દિવસ પહેલા જ હર્ષ સંઘવીએ લીધી હતી સાબરમતી જેલની મુલાકાત

હર્ષ સંઘવીએ બે દિવસ પહેલા લીધી હતી સાબરમતી જેલની મુલાકાત લીધી હતી.  ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અચાનક સાબરમતી જેલની મુલાકાતે પહોંચ્યા  હતા.  જેને લઇને અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા  હતા.  ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શાહીબાગ ખાતેનો કાર્યક્રમ પડતો મૂકીને સાબરમતી જેલ પહોંચ્યા હતા.  તેમની સાથે રાજય જેલ વડા પણ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો : Ahmedabad: SVPI એરપોર્ટ ખાતે ગુજરાતની કળા-સંસ્કૃતિનું વધું એક નજરાણું, કન્ટેનર બોક્સ-પાર્કમાં પતંગના ગ્રાફિક આર્ટ

Published On - 11:51 pm, Fri, 24 March 23

Next Video