Gujarati Video : વડોદરા સેન્ટ્રલ જેલમાં પણ પોલીસ અધિકારીઓનું સર્ચ ઓપરેશન, જુઓ Video

Gujarati Video : વડોદરા સેન્ટ્રલ જેલમાં પણ પોલીસ અધિકારીઓનું સર્ચ ઓપરેશન, જુઓ Video

| Updated on: Mar 24, 2023 | 11:16 PM

ગુજરાતની તમામ જેલો ગૃહ વિભાગે એકસાથે પાડેલા દરોડા દરમ્યાન વડોદરા સેન્ટ્રલ જેલમાં પણ પોલીસના દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં એડિશનલ પોલીસ કમિશનર મનોજ નિનામા સહિતનો કાફલો વડોદરા સેન્ટ્રલ જેલમાં પહોંચ્યો હતો. જેમાં અંદાજે 9 વાગ્યાના અરસાથી વડોદરા સેન્ટ્રલ જેલમાં પોલીસ અધિકારીઓનો કાફલો પહોંચ્યો હતો

ગુજરાતની તમામ જેલો ગૃહ વિભાગે એકસાથે પાડેલા દરોડા દરમ્યાન વડોદરા સેન્ટ્રલ જેલમાં પણ પોલીસના દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં એડિશનલ પોલીસ કમિશનર મનોજ નિનામા સહિતનો કાફલો વડોદરા સેન્ટ્રલ જેલમાં પહોંચ્યો હતો. જેમાં અંદાજે 9 વાગ્યાના અરસાથી વડોદરા સેન્ટ્રલ જેલમાં પોલીસ અધિકારીઓનો કાફલો પહોંચ્યો હતો. જેમાં જેલમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉચ્ચ સ્તરીય બેઠક બાદ રાજ્ય ભરની જેલોમાં ગુજરાત પોલીસના દરોડા પાડવામાં આવી રહ્યા છે.\

અમદાવાદ સેન્ટ્રલ જેલમાં પોલીસકર્મીઓ બોડી  કેમેરા સાથે પહોંચ્યા

આ ઉપરાંત,  અમદાવાદ સેન્ટ્રલ જેલમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. પોલીસકર્મીઓ બોડી  કેમેરા સાથે પહોંચ્યા છે. જેમાં જેલમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં હાલ 100 કરતા વધારે પોલીસ કર્મીઓ અને અધિકારીઓ જેલમાં સર્ચ ઓપરેશન માં જોડાયા છે. જેમાં 4 ડીસીપી 2 એસીપી અને પીએસઆઈ સહિત પોલીસ અધિકારીઓ સર્ચમા જોડાયા છે.  ગૃહ રાજ્ય પ્રધાનની ઉચ્ચસ્તરીય બેઠક બાદ દરોડા પાડવામાં આવ્યા હતા. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ત્રિનેત્રના માધ્યમથી દરોડાની કાર્યવાહી નિહાળી હતી.

જેલમાં હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે

જેમાં અમદાવાદ  સેન્ટ્રલ જેલમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. તેમજ જેલમાં હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જ્યારે રાજકોટ મધ્યસ્થ જેલમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત જૂનાગઢમાં  જિલ્લા જેલમાં જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો પહોંચ્યો જૂનાગઢમાં એસપી સહિતનો પોલીસ કાફલો જેલમાં તૈનાત છે અને  એસપી, ડીવાયએસપી, પી.આઈ સહિતના અધિકારીઓ હાજર છે. ભાવનગર  જેલમાં પોલીસના દરોડા ભાવનગર જેલમાં પણ મોટા પોલીસ કાફલા સાથે જિલ્લા જેલમાં દરોડા પડ્યા છે

હર્ષ સંઘવીએ બે દિવસ પહેલા લીધી હતી સાબરમતી જેલની મુલાકાત લીધી હતી.  ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અચાનક સાબરમતી જેલની મુલાકાતે પહોંચ્યા  હતા.  જેને લઇને અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા  હતા.  ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શાહીબાગ ખાતેનો કાર્યક્રમ પડતો મૂકીને સાબરમતી જેલ પહોંચ્યા હતા.  જેમાં તે જેલમાં કયા મુદ્દે મુલાકાત માટે ગયા હતા. તેમની સાથે રાજય જેલ વડા પણ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો : Breaking News: રાજયભરની તમામ જેલમાં એકસાથે દરોડા, ગૃહરાજયમંત્રીની બેઠક બાદ જેલમાં પડ્યા દરોડા

g clip-path="url(#clip0_868_265)">