સુરતમાં(Surat) જીએસટીની(GST) સ્પેશિયલ ડ્રાઈવમાં 2 જ દિવસમાં 5 કરોડનું ટર્નઓવર કરનાર પેઢીઓ મળી છે. જેમાં નંબર મળ્યાના 3 દિવસમાં જ 5 કરોડનું ટર્નઓવર થયુ હોય તેવી પેઢીઓ શોધવા કવાયત હાથ ધરવામાં આવી છે. સ્પેશિયલ ડ્રાઈવમાં GST વિભાગ ડેટા, રિસ્ક ફેક્ટર અને કોમોડિટી સહિતના પાસાઓ ચકાસવામાં આવશે. તેમજ 16 મેથી સમગ્ર દેશમાં કૌભાંડો સામે સ્પેશિયલ ડ્રાઇવ શરૂ થશે. જ્યારે દેશમાં 12 લાખ જેટલી પેઢીઓની યાદી તૈયાર કરાઇ છે.
જેમાં બોગસ બિલિંગમાં સુરત અને ભાવનગર એપી સેન્ટર બન્યું છે. GST કૌભાંડમાં અત્યાર સુધી 300 લોકોની ધરપકડ થઇ છે. અત્યાર સુધીમાં 1 લાખ કરોડથી વધુના બોગસ ટ્રાન્જેક્શનો પણ મળી આવ્યા છે. GSTબાદ પોલીસ પણ બોગસ બિલિંગ કરનારાઓને પકડી રહી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…