Gujarati Video : સુરતના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ ટ્રાફિક સમસ્યા હળવી કરવા પત્ર લખ્યો, જાહેરનામાનો અમલ કરવા રજૂઆત

Gujarati Video : સુરતના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ ટ્રાફિક સમસ્યા હળવી કરવા પત્ર લખ્યો, જાહેરનામાનો અમલ કરવા રજૂઆત

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2023 | 5:19 PM

ગુજરાતમાં સુરતના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ છેલ્લા ઘણા સમયથી તંત્ર સામે મોરચો માંડ્યો હોય તેમ એક પછી એક લેટર લખી રહ્યા છે.થોડા સમય પહેલા સુરત મનપા સામે આંદોલનની ચીમકી ઉચ્ચાર્યા બાદ હવે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યો છે

ગુજરાતમાં સુરતના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ છેલ્લા ઘણા સમયથી તંત્ર સામે મોરચો માંડ્યો હોય તેમ એક પછી એક લેટર લખી રહ્યા છે.થોડા સમય પહેલા સુરત મનપા સામે આંદોલનની ચીમકી ઉચ્ચાર્યા બાદ હવે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યો છે.પ્રતિબંધિત સમયમાં ભારે વાહનોના શહેરમાં પ્રવેશને લઇને કુમાર કાનાણીએ DCPને પત્ર લખ્યો છે. ધારાસભ્યએ પત્રમાં પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ થતો હોવાની રજૂઆત કરી છે.

ભારે વાહનો પર સવારે 8થી બપોરે 1 અને સાંજે 5થી રાત્રે 10 સુધી પ્રતિબંધ

તેમજ તેના કારણે શહેરમાં અસહ્ય ટ્રાફિકની સમસ્યામાં વધારો થયો હોવાનો તેમનો દાવો છે…આ સાથે તેમને પોલીસ કમિશનરના જાહેરનામાનો કડક અમલ કરાવવા માગ કરી છે.મહત્વપૂર્ણ છે કે શહેરમાં સવારે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી લકઝરી બસના પ્રવેશ પર પ્રતિબંધ છે.જ્યારે ભારે વાહનો પર સવારે 8થી બપોરે 1 અને સાંજે 5થી રાત્રે 10 સુધી પ્રતિબંધ છે.

વિદ્યાર્થીઓની લોન તાત્કાલિક મંજૂર કરવાની માગ સાથે કાનાણીએ સરકારને પત્ર લખ્યો હતો

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ રાજ્ય સરકારને વધુ એક પત્ર લખ્યો હતો.વિદેશ અભ્યાસ કરવા જતાં વિદ્યાર્થીઓની લોન તાત્કાલિક મંજૂર કરવાની માગ સાથે કાનાણીએ સરકારને પત્ર લખ્યો હતો ..પત્રમાં ઉલ્લેખ કરાયો હતો કે વિદેશ અભ્યાસ કરવા જવા માગતા વિદ્યાર્થીઓની લોનની રીત સરળ કરવામાં આવે.એટલું જ નહીં વિદ્યાર્થીઓને સમયસર લોન ન મળતા તેઓ વિદેશ ન જઇ શકતા હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે. આ વિદ્યાર્થીઓને વિઝા મળ્યા બાદ પણ લોન મળતી નથી.જેને કારણે મોટાભાગના વિદ્યાર્થીઓનું વિદેશ જવાનું અટકે છે..જેથી સરકાર તાત્કાલિન વિદ્યાર્થીઓની લોન મંજૂર કરે તેવી માગ કરી હતી.

આ પણ  વાંચો : Navsari: બિલીમોરાના દરિયા કિનારેથી રૂપિયા 2 લાખથી વધુની કિંમતનો દારૂ ઝડપાયો, જાણો જિલ્લાના મહત્વના સમાચાર

Published on: Feb 10, 2023 05:15 PM
g clip-path="url(#clip0_868_265)">