Navsari: બિલીમોરાના દરિયા કિનારેથી રૂપિયા 2 લાખથી વધુની કિંમતનો દારૂ ઝડપાયો, જાણો જિલ્લાના મહત્વના સમાચાર

આ ઘટનામાં નવસારી પોલીસે લાલુ, અંકિત પટેલ, બળવંત ટંડેલ, જયેશ પટેલ સામે કાર્યવાહી સાથે અન્ય 4 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ સમગ્ર ઘટના અંગે બીલીમોરા પોલીસ સ્ટેશનને તપાસ સોંપવામાં આવી છે.

Navsari: બિલીમોરાના દરિયા કિનારેથી રૂપિયા 2 લાખથી વધુની કિંમતનો દારૂ ઝડપાયો, જાણો જિલ્લાના મહત્વના સમાચાર
વિદેશી દારૂનો જથ્થો જપ્ત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2023 | 4:08 PM

નવસારી જિલ્લાના બિલીમોરા પાસેના દરિયા કિનારે SMCની રેડ સમયે દરિયામાંથી વહન થતા રૂ.2,97,600 ની કિંમતનો 3696 બોટલ દારૂ ઝડપાયો હતો. આ દારૂ દમણથી પોંસરી બોટમાં આવી રહ્યો હતો. પોલીસે રંગે હાથ બુટલેગરો સહિત અન્ય 3 વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો હતો.

આ ઘટનામાં  નવસારી પોલીસે લાલુ, અંકિત પટેલ, બળવંત ટંડેલ, જયેશ પટેલ સામે કાર્યવાહી સાથે અન્ય 4 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ સમગ્ર ઘટના અંગે બીલીમોરા પોલીસ સ્ટેશનને તપાસ સોંપવામાં આવી છે.

પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન

સરકારે વ્યાજખોરી સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપતા નવસારી જિલ્લા પોલીસ પણ એક્શનમાં આવી હતી. જિલ્લામાં વ્યાજખોરો સામે દંડનીય કાર્યવાહી કર્યા બાદ જરૂરિયાત મંદ લોકોને સરકારી ધારા ધોરણ મુજબ લોન મળી રહે તે માટે પોલીસ વિભાગે લોન મેળો આયોજિત કરવામાં આવ્યો હતો.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

નાયબ પોલીસ આધિક્ષક સંજય રાયે જણાવ્યું હતું કે, હાલમાં રાજ્ય સરકારે વ્યાજના વિષચક્રમાંથી લોકોને બહાર કાઢવા માટે એક વિશેષ ડ્રાઇવનું આયોજન કર્યું છે જેમાં ફસાયેલા આર્થિક તંગી ભોગવતા લોકોને બહાર કાઢવા માટે પોલીસે અનેક કેસ કરીને વ્યાજખોરો સામે લાલ આંખ કરી છે. આ એક ચેપ્ટર પૂર્ણ થયું પરંતુ જે લોકોને પૈસાની જરૂર છે તેવા લોકોને બેંક સુધી પહોંચાડવા માટે પોલીસે મીડિયેટર બની આજે એક લોન મેળાનું આયોજન કર્યું હતું.

આ મેળમાં વિવિધ બેંક એ પોતાના સ્ટોલ લગાવીને લોકોને લોન અંગે માહિતગાર કર્યા હતા જેમાં હોમ લોન, મોર્ગેજ લોન, ગોલ્ડ લોન,પર્સનલ લોન કઈ રીતે મેળવી શકાય અને તેમાં કયા કયા જરૂરી કાગળની જરૂર રહે છે તે અંગે માહિતગાર કરી લોન પ્રોસેસ ની માહિતી આપી હતી.

g clip-path="url(#clip0_868_265)">