Gujarati Video: મુખ્ય જાહેર પરીક્ષામાં ગેરરીતિ બાદ VNSGUનો કડક નિર્ણય, પરીક્ષામાં ગેરરીતિ થશે તો જે તે વિષયમાં 0 ગુણ મૂકાશે
Surat: સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાયેલી મુખ્ય જાહેર પરીક્ષામાં 400 જેટલા વિદ્યાર્થીઓએ ગેરરીતિ આચરી હતી. આ ગેરરીતિ બાદ હવે VNSGUએ નવો નિર્ણય જાહેર કર્યો છે. જેમા પરીક્ષામાં ગેરરીતિ કરનાર પકડનારા વિદ્યાર્થીને જે તે વિષયમાં 0 ગુણ મુકાશે.
Surat: પરીક્ષામાં અનેક ગેરરીતિના કિસ્સા સામે આવ્યા બાદ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)એ નવો નિર્ણય કર્યો છે. વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરરીતિ ન કરી શકે તે માટે કડક નિયમ અમલી કરવામાં આવ્યો છેેે. જો પરીક્ષામાં કોઇ પણ વિદ્યાર્થી ગેરરીતી કરશે તો, જે તે વિષયમાં 0 માર્ક અપાશે અને પેનલ્ટી પણ વસૂલ કરવામાં આવશે. જો વિદ્યાર્થી બીજી વખત ગેરરીતિ કરતા પકડાય તો, તમામ વિષયમાં 0 માર્ક અપાશે અને ફેલ કરી દેવાશે. પરીક્ષાનું પરિણામ પણ અટકાવી દેવાશે, 6 મહિના સુધી વિદ્યાર્થી પરીક્ષા પણ નહીં આપી શકે.
મુખ્ય જાહેર પરીક્ષામાં 400 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા પકડાયા હતા
ઉલ્લેખનીય છે, VNSGUમાં BCOMની પરીક્ષામાં ગેરરીતિ કરનારા 400 વિદ્યાર્થીઓ પકડાયા હતા. યુનિવર્સિટીએ તમામ વિદ્યાર્થીઓના જે તે વિષયમાં 0 માર્ક મૂકી દીધા છે અને 500 રૂપિયા પેનલ્ટી પણ વસૂલ કરવામાં આવી. મહત્વનું છે, યુનિવર્સિટીમાં તમામ ગેરરીતિ આચરનારા 400 વિદ્યાર્થીઓને હિયરીંગ માટે બોલાવાયા હતા. જેમાંથી 250 વિદ્યાર્થી હાજર રહ્યા અને 150 વિદ્યાર્થીઓ હિયરીંગમાં હાજર ન રહ્યા. હાલ, તો આ વિદ્યાર્થીઓના જે તે વિષયમાં 0 માર્ક મુકાયા છે. આ વિદ્યાર્થીઓ હવે હાજર નહીં રહે તો વધુ કાર્યવાહી કરાશે. પરીક્ષામાં ગેરરીતિને અટકાવવા યુનિવર્સિટી દ્વારા પગલાં લેવાઇ રહ્યાં છે, હવે જોવાનું રહ્યું કે નવા નિયમો બાદ ગેરરીતિ કેટલી અટકે છે!
આ પણ વાંચો : Surat: હીરા વેપારીઓને કરોડોનો ચૂનો લગાવનાર હીરા દલાલની ધરપકડ, પોલીસે 1 કરોડ 17 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
