Gujarati Video : રાજકોટમાં બાળકોમાં H3N2ના કેસમાં નોંધપાત્ર વધારો, સિવિલમાં ખાસ ઓપીડી શરૂ કરાઇ
ગુજરાતમાં ઇન્ફ્લૂએન્ઝા H3N2 કોરોનાની જેમ ફેલાઇ રહ્યો છે.ત્યારે રાજકોટમાં પણ H3N2ના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.રાજકોટમાં વૃદ્ધો અને બાળકોમાં ચિંતાજનક રીતે H3N2ના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ પણ સક્રિય થઇ ગયુ છે.રાજકોટમાં મેડિકલ ક્ષેત્રે જોડાયેલા હાઇ રિસ્ક કર્મીઓ અને તબીબોને H1N1 ફલૂની રસી અપાશે
ગુજરાતમાં ઇન્ફ્લૂએન્ઝા H3N2 કોરોનાની જેમ ફેલાઇ રહ્યો છે.ત્યારે રાજકોટમાં પણ H3N2ના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.રાજકોટમાં વૃદ્ધો અને બાળકોમાં ચિંતાજનક રીતે H3N2ના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ પણ સક્રિય થઇ ગયુ છે.રાજકોટમાં મેડિકલ ક્ષેત્રે જોડાયેલા હાઇ રિસ્ક કર્મીઓ અને તબીબોને H1N1 ફલૂની રસી અપાશે.આ સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બાળકો અને વૃદ્ધો માટે ખાસ વોર્ડ તૈયાર કરાયા છે.રાજકોટ સિવિલમાં ખાસ OPD અને આઈસોલેશન વોર્ડ ઉભો કરાયો છે.આ સાથે તબીબોએ લોકોને ગભરાવવાની નહી પરંતુ માત્ર સાવચેતીની જરૂર હોવાનું જણાવ્યું છે.
ICMRની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી
રાજ્યમાં નવા વાયરસ H3N2ના ઝડપી પ્રસારને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. H3N2 વાયરસના દર્દીઓમાં તાવ, શરદી, ખાંસી, ગળાની તકલીફ, ઊલટી, કળતર જેવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. ત્યારે રાજ્યામાં દવાનો જથ્થો, ટેસ્ટિંગ લેબ, તબીબોની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં આવી. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ICMRની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી.
તેનાથી બચવા માટે, માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો
ગુજરાતમાં પણ H3N2 વાયરસના કેસ ખૂબ જ વધ્યા છે. ત્યારે ડૉકટર્સે દેશમાં ફેલાતા H3N2 ઈન્ફલ્યુએન્ઝા વિશે સાવચેત રહેવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે આ વાયરસ પણ કોરોનાની જેમ જ ફેલાય છે. તેનાથી બચવા માટે, માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો અને વારંવાર તમારા હાથ ધોતા રહો.
વૃદ્ધો અને પહેલાથી જ કોઈપણ રોગથી પીડિત લોકોને આ રોગથી વધુ સમસ્યાઓ થઈ શકે છે. H3N2 ઈન્ફલ્યુએન્ઝાના સંક્રમિત દર્દીને 2-3 દિવસ સુધી તાવ રહે છે. શરીરમાં દુખાવો, માથાનો દુખાવો, ગળામાં બળતરા, આ ઉપરાંત દર્દીને બેથી ત્રણ અઠવાડિયાંથી સતત ઉધરસ રહે છે.
આ પણ વાંચો : Gujarati Video : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઇ, 33 કિલો વાસી અને અખાદ્ય ખોરાકનો કરાયો નાશ