Gujarati Video : જામનગર જિલ્લા પંચાયતમાં સ્ટાફની અછત, ભરતી કરવા બાંધકામ સમિતિના ચેરમેને મુખ્યમંત્રી સમક્ષ કરી માગ

|

Apr 17, 2023 | 8:32 AM

જામનગરમાં વિવિધ યોજના હેઠળ વિવિધ કામો મંજૂર થયા છે. જેની પૂરતી ગ્રાન્ટ અને નાણા હોવા છતાં સમયસર કામ શરૂ કે પૂર્ણ થઈ શકતા નથી. જામનગર જીલ્લા પંચાયતમાં તમામ વિભાગમાં 50 ટકા જેટલા સ્ટાફની અછત છે.

સરકારી યોજનામાં વિલંબ માટે પૈસા, મંજૂરી પ્રક્રિયામાં વિલંબ સહિતના અનેક કારણો તમે સાંભળ્યા હશે. પરંતુ જામનગરમાં તો સ્ટાફના અભાવે વિવિધ યોજના હેઠળના કામો અટકી પડ્યા છે. જામનગરમાં વિવિધ યોજના હેઠળ વિવિધ કામો મંજૂર થયા છે. જેની પૂરતી ગ્રાન્ટ અને નાણા હોવા છતાં સમયસર કામ શરૂ કે પૂર્ણ થઈ શકતા નથી. જામનગર જીલ્લા પંચાયતમાં તમામ વિભાગમાં 50 ટકા જેટલા સ્ટાફની અછત છે. વર્ષોથી ભરતી ન થતા અનેક જગ્યાઓ ખાલી પડી છે. સ્ટાફની અછત દૂર કરવા બાંધકામ સમિતિના ચેરમેને મુખ્યમંત્રીને લેખીત રજૂઆત કરી માંગણી પણ કરી છે.

આ પણ વાંચો : Jamnagar : જમીન રીસર્વેને લઈને થયેલી અરજીઓમાં તંત્ર નિષ્કિય, ખેડુતોની અરજીઓ સરકારી કચેરીમાં ધુળ ખાતી હોવાના ખેડૂતોના આક્ષેપ

તો બીજી તરફ ગુજરાતની સરકારી શાળાઓમાં શિક્ષકોની ભારે અછત હોવાનું સામે આવી રહ્યું છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સરકારી શિક્ષકોની 2500 થી વધુ જગ્યાઓ ( સરકારી નોકરીઓ 2023 ) ખાલી છે. જેમાં બે જિલ્લાની 54 સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા દીઠ માત્ર એક જ શિક્ષકની નિમણૂક કરાયેલ છે. આ જિલ્લાઓમાં શિક્ષકોની 900 થી વધુ જગ્યાઓ ખાલી છે. પરંતુ વિધાનસભામાં માહિતી આપતાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે સરકારી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ આપવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video