Jamnagar : જમીન રીસર્વેને લઈને થયેલી અરજીઓમાં તંત્ર નિષ્કિય, ખેડુતોની અરજીઓ સરકારી કચેરીમાં ધુળ ખાતી હોવાના ખેડૂતોના આક્ષેપ
ખેડુતોની અરજીઓનો નિકાલ તો થયો નથી. પરંતુ કોઈ સંતોષકારક જવાબ પણ ખેડુતોને મળતો નહીં હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. 1 લાખ જેટલી અરજી ખેડુતોએ કરી. પરંતુ તંત્ર દ્રારા કામગીરી અંગે મૌન સેવી રહ્યા હોવાના આક્ષેપો ખેડૂતો દ્વારા કરવામાં આવી છે.
જમીન રીસર્વેનો પાયલોટ પ્રોજેક્ટ જામનગરમાં અમલી કર્યા બાદ ખેડુતોની મુશકેલી વધી છે. જામનગર જીલ્લાના ખેડુત ખાતેદારો છેલ્લા કેટલાય વર્ષથી સરકારી કચેરીના ધક્કા ખાવા માટે મજબુર બન્યા છે. ખેડુતોની અરજીઓનો નિકાલ તો થયો નથી. પરંતુ કોઈ સંતોષકારક જવાબ પણ ખેડુતોને મળતો નહીં હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. 1 લાખ જેટલી અરજી ખેડુતોએ કરી. પરંતુ તંત્ર દ્રારા કામગીરી અંગે મૌન સેવી રહ્યા હોવાના આક્ષેપો ખેડૂતો દ્વારા કરવામાં આવી છે.
ખાનગી એજન્સીને કરોડો રૂપિયાના ખર્ચે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો
રાજયમાં જમીનની માપણીનુ રીસર્વેની કામગીરી રાજયભરમાં થનારી છે. જે માટે જામનગરમાં પાયલોટ પ્રોજેકટ તરીકેની કામગીરી 2009થી શરૂ કરવામાં આવી છે. આ માટે ખાનગી એજન્સીને કરોડો રૂપિયાના ખર્ચે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો. અગાઉ જે ખાતેદારોની જમીન હતી તેમાં વધઘટ જોવા મળે છે. અનેક લોકોને હજી પોતાની જમીનમાં ફેરફાર થયાની જાણ નથી. સરકાર દ્રારા થયેલા રીસર્વેની કામગીરી બાદ પર્મોગ્રેશન અમલી કરવામાં આવ્યુ.
આ બાદ પોતાની મુળ જમીનનો ઉલ્લેખ નવા દાખલામાં જોવા મળતા નથી. કોઈને જમીન ઓછી તો એક માલિકની બે સર્વે નંબર આપવામાં આવ્યા છે. તો કોઈને અન્ય જગ્યાએ જમીન દર્શવવામાં આવી છે. જેના કારણે જમીન માલિકો મુશકેલીમાં મુકાય છે. ખેડુતો દ્રારા આ માટે કચેરીમાં અરજીઓ કરવામાં આવી છે. એક અંદાજ મુજબ 1 લાખ જેટલી અરજીઓ કચેરીમાં થઈ છે. જેના ઉકેલ માટે તંત્ર નિષ્ક્રિય હોવાનુ જોવા મળે છે. જે આ ખેડુતોની આ અરજીઓ સરકારી કચેરીમાં ધુળ ખાય છે.
સરકારી કચેરીમાં અરજી કર્યાના વર્ષો થયા
ખેડુતો પાસે પોતાની જમીન તો છે જ, પરંતુ સરકારી રેકોર્ડ પર તેમાં ભુલભુરેલી હોવાથી કોઈ ખેડુતને ઓછી તો કોઈ ખેડુતને અન્ય સ્થળે જમીન દર્શાવે છે. જેના કારણે ખેડુતો જમીનની લે-વેચ કરવામાં અન્ય યોજનાનો લાભ મેળવી શકતા નથી. સરકારી કચેરીમાં અરજી કર્યાના વર્ષો બાદ પણ ધક્કા ખાયને તે કામગીરી વહેલી કરવા અધિકારીને મળવા તો જાય છે, પરંતુ સ્થાનિક કચેરી દ્રારા કોઈ પણ સંતોષકારક જવાબ પણ આપવામાં આવતો નથી.
આ પણ વાંચો : અમદાવાદ-ભાવનગરનો ધોલેરા શોર્ટ રૂટ બંધ કરવાનું જાહેરનામું રદ, ભારે વિરોધને પગલે પાછો ખેંચવો પડ્યો નિર્ણય
જીલ્લાભરના ખેડુતોની વર્ષોથી થતી મુશકેલી અંગે લેન્ડ રેકોડર્ઝ કચેરીમાં મીડીયાએ સવાલો કરતા અધિકારીએ મૌન ધારણ કર્યુ. અને કામગીરી અંગે વિગત આપવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો. ખેડુતોની ફરીયાદ છે કે અરજી તો કચેરીમાં કરવામાં આવે છે. પરંતુ સ્થાનિક તંત્ર દ્રારા કોઈ કામગીરી થતી નથી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…