Gujarati Video : સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમમાં ડૂબેલા ત્રણ બાળકોની શોધખોળ શરૂ કરાઇ
ડેમ પાસેથી કિશોરોના ટુવ્હીલર પણ મળી આવ્યા છે. ડેમમાં ડૂબનારા બાળકોમાં તેજસ, શ્રેય અને મહેશ નામના બાળકો સહિત અન્ય બે બાળકો પોતાના એક્ટિવા લઈને ડેમમાં ન્હાવા માટે આવ્યા હતા અને ડૂબી ગયા હતા
સુરેન્દ્રનગરના(Surendranagar) ધોળીધજા ડેમમાં(Dholidhaja Dam) કાલે સાંજના બાળકો ડુબ્યા બાદ રાતના અંધારૂ થતા શોધખોળ કામગીરી કરવામા બંધ કરવામાં આવી હતી. જે સવારે ફરી શરૂ કરવામાં આવી છે. બાળકો ડુબ્યાને અંદાજે 18 કલાક જેટલો સમય થયો છે. પરંતુ હજુ 3 બાળકોનો કોઇ પત્તો નથી મળ્યો. જેના પગલે સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડ ટીમે બાળકોની શોધખોળ શરૂ કરી છે. જેમાં પાણીમાં નાહવા પડેલ ત્રણેય બાળકો રતનપર વિસ્તારના હોવાનું સામે આવ્યું છે.
ડેમમાં ડૂબનારા બાળકોમાં તેજસ, શ્રેય અને મહેશ નામના બાળકો
ડેમ પાસેથી કિશોરોના ટુવ્હીલર પણ મળી આવ્યા છે. ડેમમાં ડૂબનારા બાળકોમાં તેજસ, શ્રેય અને મહેશ નામના બાળકો સહિત અન્ય બે બાળકો પોતાના એક્ટિવા લઈને ડેમમાં ન્હાવા માટે આવ્યા હતા અને ડૂબી ગયા હતા. બાકીના બે કિશોરો જણાવે છે કે અમે પાંચ મિત્રોમાંથી ત્રણ મિત્રો ન્હાવા પડ્યા હતા. આ ત્રણેય મિત્રો ડેમમાં ડૂબી ગયા હતા. જ્યારે બાકીના બે મિત્રો બહાર બેસીને મોબાઈલમાં ગેમ રમતા હતા.
સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો