બોરસદમાં દબાણ હટાવવા મામલે ચીફ ઓફિસરને જાનથી મારી નાખવાની ધમકી આપનારા 2 શખ્સોની કરાઈ ધરપકડ

બોરસદમાં દબાણ હટાવવા મામલે ચીફ ઓફિસરને જાનથી મારી નાખવાની ધમકી આપનારા 2 શખ્સોની કરાઈ ધરપકડ

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2023 | 7:59 PM

Anand: બોરસદ નગરપાલિકાના ચીફ ઓફિસરને ધમકી આપનારા બે શખ્સની ટાઉન પોલીસે ધરપકડ કરી છે. દબાણ હટાવવા માટે ચીફ ઓફિસરની ચેમ્બરમાં ઘુસી જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આણંદની બોરસદ નગરપાલિકાના ચીફ ઓફિસરને ધમકી આપનાર બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે. સરકારી કર્મચારીને ધમકી આપવા બદલ બોરસદ ટાઉન પોલીસ મથકે ગુન્હો નોંધી ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યા છે. બોરસદના વિનુ પટેલ તેમજ અન્ય શખ્સે દબાણ હટાવવા મામલે નારાજ થઇને ચીફ ઓફિસર સાથે માથાકૂટ કરી હતી. તેમજ ચીફ ઓફિસરની ચેમ્બરમાં ઘુસી જઈ અધિકારી સાથે ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

ચીફ ઓફિસર યોગેશકુમારને આપી જાનથી મારી નાખવાની ધમકી

બોરસદ નગરપાલિકાના ચીફ ઓફિસર યોગેશકુમાર જયસિંહ ગણાત્રા 9મી ફેબ્રુઆરીના રોજ ફરજ પર હતા. તે દરમિયાન બપોરના સમયે ઉર્વિન મનુ પટેલ અને વિનુ ધનજી પટેલ આવ્યાં હતાં. જેમાં ઉર્વિને દબાણ હટાવવા બાબતે આપેલી અરજીમાં ‘તુ દબાણ હું કહું તેમ કેમ હટાવતો નથી’ તેમ જણાવી અસભ્ય વર્તન કર્યું હતું.

આ પણ વાંચો: Gujarati Video : આણંદની કૃષિ યુનિવર્સિટીના પૂર્વ VC કાર સાથે AMCએ ખોદેલા ખાડામાં ખાબક્યા, સમયસૂચકતાને કારણે થયો બચાવ

જોકે, ચીફ ઓફિસર યોગેશ ગણાત્રાએ તેમને આ પ્રકરણ કોર્ટમાં હોવાથી નિર્ણય આવશે તે પ્રમાણે કાયદેસર કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જેથી આ બંને શખ્સ ઉશ્કેરાઇ ગયા હતા અને અપશબ્દ બોલી સામા થઇ ગયાં હતાં. જોકે, આ સમયે એક અરજદાર અને જુનિયર નગર નિયોજન આવી જતાં તેઓએ બન્નેને પકડી હુમલો કરતાં રોક્યાં હતાં.

Published on: Feb 10, 2023 07:53 PM
g clip-path="url(#clip0_868_265)">