Gujarati Video : RSSના વડા મોહન ભાગવત 8 થી 12 મે સુધી વડોદરાની મુલાકાતે

Gujarati Video : RSSના વડા મોહન ભાગવત 8 થી 12 મે સુધી વડોદરાની મુલાકાતે

TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2023 | 9:46 PM

ઉનાળામાં દર વર્ષે સંઘ દ્વારા સ્વયંસેવકોને માર્ગદર્શન અર્થે આવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. વડોદરામાં આયોજીત કાર્યક્રમને લઈ મધ્ય ગુજરાતના સંઘ સ્વયંસેવકોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ આ કાર્યક્રમને લઇને તૈયારીઓ પણ આરંભી દીધી છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત 4 દિવસ વડોદરાની મુલાકાતે આવશે.મોહન ભાગવત 8થી 12મે સુધી વડોદરામાં યોજાનારા શિક્ષા વર્ગમાં ઉપસ્થિત રહેશે.સંઘના પશ્ચિમ વિભાગના દ્વિતીય શિક્ષા વર્ગનું વડોદરાની એક સ્કૂલમાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત, ગોવા અને મહારાષ્ટ્રના સંઘ કાર્યકરો ઉપસ્થિત રહેશે.મોહન ભાગવત ચાર દિવસ કાર્યક્રમમાં હાજર રહેશે અને સંઘના શિક્ષાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપશે. સંઘના વડાની હાજરીને પગલે સ્વયંસેવકો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

ઉનાળામાં દર વર્ષે સંઘ દ્વારા સ્વયંસેવકોને માર્ગદર્શન અર્થે આવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. વડોદરામાં આયોજીત કાર્યક્રમને લઈ મધ્ય ગુજરાતના સંઘ સ્વયંસેવકોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ આ કાર્યક્રમને લઇને તૈયારીઓ પણ આરંભી દીધી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: May 06, 2023 09:10 PM
g clip-path="url(#clip0_868_265)">