Gujarati video : RSSના વડા મોહન ભાગવતના હસ્તે પુનરૂત્થાન વિદ્યાપીઠના 1051 ગ્રંથોનું થયુ લોકાર્પણ

| Edited By: | Updated on: Apr 15, 2023 | 12:43 PM

Ahmedabad News : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત બે દિવસના ગુજરાત પ્રવાસે છે. જ્યાં તેમણે વસ્ત્રાપુરના GMDC ગ્રાઉન્ડમાં આયોજીત સમાજ શક્તિ સંગમમાં 15 હજારથી વધુ સ્વયંસેવકોને સંબોધીત કર્યા હતા.

RSSના વડા મોહન ભાગવતે આજે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલમાં એક બુક લોન્ચ કાર્યક્રમમાં હાજરી આપી. શિક્ષણ ક્ષેત્રે કાર્યરત પુનરૂત્થાન વિદ્યાપીઠ દ્વારા આયોજીત કાર્યક્રમમાં 1051 ગ્રંથોનું લોકાર્પણ મોહન ભાગવતના હસ્તે કરવામાં આવ્યુ. આ પુસ્તકો સમાજ અને રાષ્ટ્ર ચેતના પર લખાયેલા છે. ત્યારે મોહન ભાગવતના હસ્તે આ બૂક લોન્ચ કરવામાં આવી.

Breaking News : કોરોના બન્યો ખતરનાક !, છેલ્લા 24 કલાકમાં ફરી નોંધાયા 10,000 થી વધુ કેસ, એક જ દિવસમાં 27ના મોત

2024ની લોકસભા ચૂંટણી પહેલા RSSએ અમદાવાદમાં શક્તિ પ્રદર્શન કર્યુ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત બે દિવસના ગુજરાત પ્રવાસે છે. જ્યાં તેમણે વસ્ત્રાપુરના GMDC ગ્રાઉન્ડમાં આયોજીત સમાજ શક્તિ સંગમમાં 15 હજારથી વધુ સ્વયંસેવકોને સંબોધીત કર્યા હતા. સંઘ વડાએ કહ્યુ કે, સમાજના ભેદને દૂર કરવા પડશે અને સામાજિક સમરસતા લાવવી જરૂરી છે. પરસ્પરના મતભેદ ભૂલી દેશ માટે એક થવુ પડશે.

મોહન ભાગવતે રાજકીય, સામાજિક અને વર્તમાન વિષયો પર સ્વયંસેવકો સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે કહ્યુ આપણે સૌ હિંદુ એટલે કે ભારતીય છે. ભાગવતે કહ્યુ કે, કોઈપણ એક વ્યક્તિ, પાર્ટી કે અવતાર દેશને મોટો નથી કરી શકતું.કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. મોહન ભાગવતે 8 વર્ષ બાદ ગુજરાતમાં જાહેર મંચ પરથી સંબોધન કર્યુ હતુ. આ પૂર્વે 2015માં ગુજરાતમાં વિશાળ જનસભાને મોહન ભાગવતે સંબોધન કર્યું હતું.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…