Gujarati Video : જુનિયર કલાર્કના પરીક્ષાર્થીઓની મદદે આવ્યા રીક્ષા ચાલકો, કર્યો મહત્વનો નિર્ણય, જુઓ Video

Gujarati Video : જુનિયર કલાર્કના પરીક્ષાર્થીઓની મદદે આવ્યા રીક્ષા ચાલકો, કર્યો મહત્વનો નિર્ણય, જુઓ Video

| Edited By: | Updated on: Apr 09, 2023 | 12:40 PM

રીક્ષા એસોસિયેશન પરીક્ષાર્થીઓની મદદે આવ્યું હતું અને જણાવ્યું હતું કે પરીક્ષાર્થી તેમની રિસીપ્ટ બતાવીને રીક્ષામાં બેસે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ પરીક્ષાર્થી પાસેથી કોઈ એકસ્ટ્રા ચાર્જ લેવામાં આવશે નહીં.

આજે સમગ્ર રાજ્યમાં જુનિયર કલાર્ક પરીક્ષા લેવાઈ રહ્યા છે અને પરીક્ષાર્થીઓ દૂર દૂરથી જુદા જુદા પરીક્ષા સેન્ટરો ઉપર પહોંચ્યા હતા. ત્યારે બનાસકાંઠાના ધાનેરાના રીક્ષા ચાલકોએ પરીક્ષાર્થીઓની મદદ કરવા માટે ખૂબ ઉત્તમ નિર્ણય કરોય હતો. રીક્ષા ચાલકોએ નક્કી કર્યું હતું કે તેઓ પરીક્ષાર્થીઓને નિ:શુલ્ક પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચાડશે અને તે પ્રમાણે રીક્ષા ચાલકોએ પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર ઉપર પહોચાડ્યા હતા.

પરીક્ષાર્થીઓ પાસેથી નહીં વસૂલે એકસ્ટ્રા ચાર્જ

રીક્ષા એસોસિયેશન પરીક્ષાર્થીઓની મદદે આવ્યું હતું અને જણાવ્યું હતું કે પરીક્ષાર્થી તેમની રિસીપ્ટ બતાવીને રીક્ષામાં બેસે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ પરીક્ષાર્થી પાસેથી કોઈ એકસ્ટ્રા ચાર્જ લેવામાં આવશે નહીં.

રીક્ષા ચાલક એસોસિયેશનના પ્રમુખે જણાવ્યું હતું કે  પોલીસ સાથે બેઠક થયા  બાદ આ પરીક્ષાર્થીઓ અંગે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Amreli : સનાળામાં યુવાનો દ્વારા સંચાલિત અનોખું ભોજનાલય, જ્યાં વૃદ્ધો, નિરાશ્રિતો કે નોકરિયાતોને મળે છે વાજબી ભાવે ભોજન

નોંધનીય છે કે આજે  રાજ્યમાં  ગુજરાતમાં પેપરલીકના વિરોધમાં કાયદો બન્યા બાદ આજે સૌપ્રથમ અને સૌથી મોટી સ્પર્ધાત્મક પરીક્ષા યોજાઇ છે. રાજ્યમાં પેપરલીકના હારમાળા વચ્ચે રવિવારે ગુજરાત પંચાયત સેવા પંસદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા ચાલુ થઈ ગઈ છે આજે  રાજયમાં 3 હજાર કેન્દ્રો ઉપર  9 લાખ 58 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે.

પેપરલીક બિલમાં જે પણ કાયદાઓનો ઉલ્લેખ છે તે પણ આ પરીક્ષાથી લાગુ થશે. જો કોઇ વ્યક્તિ પેપરલીક કરશે અથવા પેપરલીક કરવાનો પ્રયાસ કરશે તો તેને નવા કાયદા મુજબ સજા કરવામાં આવશે. GPSSB ચેરમેન હસમુખ પટેલે પેપરલીક કરનારાઓને ચીમકી આપી છે કે, આ વખતે જો કોઇ પેપરલીક કરશે તો તેને બક્ષવામાં નહીં આવે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: Apr 09, 2023 12:39 PM