AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : અમદાવાદમાં 494 કેન્દ્ર પર અંદાજે 1.44 લાખ પરીક્ષાર્થી આપશે પરીક્ષા, 4 સ્ટ્રોંગરૂમ તૈયાર કરવામાં આવ્યા

કેટલાક પરીક્ષાર્થીઓએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં પેપર લીક થવાને કારણે જે નજીકના સેન્ટર હતા તે હવે બદલીને  ખૂૂબ દૂર કરી દેવામાં આવ્યા છે  જોકે સરકાર વિદ્યાર્થીઓને  ભાડાના નાણા ચૂકવી  દેશે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. 

Ahmedabad : અમદાવાદમાં 494 કેન્દ્ર પર અંદાજે 1.44 લાખ પરીક્ષાર્થી આપશે પરીક્ષા, 4 સ્ટ્રોંગરૂમ તૈયાર કરવામાં આવ્યા
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2023 | 10:43 AM
Share

આજે જુનિયર કલાર્કની પરીક્ષા લેવાઈ રહી છે ત્યારે અમદાવાદમાં વિવિધ 494 કેન્દ્ર પર અંદાજે 1.44 લાખ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. સવારથી જ પરીક્ષા કેન્દ્ર ખાતે ખાસ વ્યવસ્થા જોવા મળી રહી છે તો દૂર દૂરથી આવેલા પરીક્ષાર્થીઓ સવારથી જ પરીક્ષા કેન્દ્ર ખાતે જોવા મળ્યા હતા.

પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષાની સામગ્રી પહોંચાડવા વિશેષ વ્યવસ્થા

તમામ પરીક્ષા કેન્દ્ર ઉપર સીસીટીવી મોનિટરિંગ સાથેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ પરીક્ષાર્થીઓને પણ નિયમના તમામ પાલન કરવા માટે જણાવ્યું છે. અમદાવાદમાં પરીક્ષા માટે 4 સ્ટ્રોંગ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. તે પૈકી ગાયત્રી વિદ્યાલય રાણીપ અને ગુજરાત કોલેજમાં 2-2 સ્ટ્રોંગ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે.

સ્ટાફને 9 વાગ્યાથી પરીક્ષા સાહિત્ય આપવામાં આવ્યું

સ્ટ્રોંગ રૂમમાંથી તમામ પ્રક્રિયાનું રેકોર્ડિંગ થઈ રહ્યું છે. તેમજ  પરીક્ષા સાહિત્યના ડિસ્પેચની પણ શરૂઆત કરવામાં આવી હતી.

જૂનિયર કર્લાકની પરીક્ષા માટે વિવિધ જિલ્લામાંથી વિશેષ એસટી બસ અને ટ્રેન દોડાવાઈ

સરકાર દ્વારા વિશેષ એસટી બસની વ્યવસ્થા કરવામાં આવી છે જોકે પેપર લીક બાદ દૂર દૂરના સેન્ટરમાં  પરીક્ષાર્થીઓને  જવું પડે છે તેથી અગવડતા પડતી હોવાનું પણ જણાવ્યું હતું. પરીક્ષાર્થીઓએ જણાવ્યું હતું કે  સરકાર દ્વારા સારી વ્યવસ્થા કરવામાં આવી છે બસ હવે પેપર ન ફૂટે તો લોકોનું ભવિષ્ય સુધરી શકે છે. કેટલાક પરીક્ષાર્થીઓએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં પેપર લીક થવાને કારણે જે નજીકના સેન્ટર હતા તે હવે બદલીને  ખૂૂબ દૂર કરી દેવામાં આવ્યા છે  જોકે સરકાર વિદ્યાર્થીઓને  ભાડાના નાણા ચૂકવી  દેશે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.

જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઇને એસ.ટી. નિગમ તેમજ રેલવે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષાર્થીઓને પરીક્ષા સ્થળે પહોંચવામાં સરળતા રહે તે માટે એસ.ટી. નિગમ દ્વારા 6000 જેટલી બસો દોડાવવામાં આવી રહી છે.  તો રેલવે દ્વારા પણ વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે.

બપોરે 12-30 વાગ્યે પરીક્ષા થશે શરૂ

બપોરે 12-30 વાગ્યે પરીક્ષા શરૂ થશે, પરંતુ ઉમેદવારોએ કોઇ પણ સંજોગોમાં 11-45 વાગ્યા સુધી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી જવાનું રહેશે. તેમજ તેમણે વર્ગખંડની અંદર પણ અડધો કલાક પહેલાં પહોંચી જવાનું રહેશે. બાદમાં કોઈપણ ઉમેદવારને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

(વિથ ઇનપુટ દર્શલ રાવલ, નરેન્દ્ર રાઠોડ )

Follow Us
વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી
વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી
તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'
તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'
Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી
Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી
જન્માષ્ટમીના પાવન અવસરે વહેલી સવારથી ભાવિ ભક્તોનો જોવા મળ્યો ધસારો
જન્માષ્ટમીના પાવન અવસરે વહેલી સવારથી ભાવિ ભક્તોનો જોવા મળ્યો ધસારો
ગુજરાતમાં ત્રણ સક્રિય સિસ્ટમ્સ છતાં ભારે વરસાદ નહીં
ગુજરાતમાં ત્રણ સક્રિય સિસ્ટમ્સ છતાં ભારે વરસાદ નહીં
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જુનાગઢના જળાશયોના દેખાયા તળિયા- Video
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જુનાગઢના જળાશયોના દેખાયા તળિયા- Video
અમદાવાદમાં 7થી 10 સપ્ટેમ્બર સુધી રિક્ષા-ટેક્સી ચાલકો પાળશે હડતાળ
અમદાવાદમાં 7થી 10 સપ્ટેમ્બર સુધી રિક્ષા-ટેક્સી ચાલકો પાળશે હડતાળ
સુરતની બોય્ઝ હોસ્ટેલના ભોજનમાં નીકળ્યો વંદો! મેસ એજન્સી સામે કાર્યવાહી
સુરતની બોય્ઝ હોસ્ટેલના ભોજનમાં નીકળ્યો વંદો! મેસ એજન્સી સામે કાર્યવાહી
સાપુતારા જતી બસ ભેખડ સાથે અથડાઈ, 54 મુસાફરોનો આબાદ બચાવ ! Video
સાપુતારા જતી બસ ભેખડ સાથે અથડાઈ, 54 મુસાફરોનો આબાદ બચાવ ! Video
જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાંથી દીપડો પાંજરે પુરાયો
જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાંથી દીપડો પાંજરે પુરાયો
g clip-path="url(#clip0_868_265)">