AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં દૂષિત પાણી આવતા રહીશો પરેશાન, મનપાને વારંવાર ફરિયાદ કરવા છતા ઉકેલ ન આવતા સ્થાનિકોનો આરોપ

Gujarati Video : અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં દૂષિત પાણી આવતા રહીશો પરેશાન, મનપાને વારંવાર ફરિયાદ કરવા છતા ઉકેલ ન આવતા સ્થાનિકોનો આરોપ

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2023 | 12:55 PM
Share

ગોમતીપુરના શમશેર બાગ, મદની મહોલ્લા, પાકવાડા, મોહનલાલની ચાલીના લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. પીવાનું પાણી ડહોળુ આવતા રહીશોએ મનપાને વારંવાર ફરિયાદ કરવા છતા ઉકેલ ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.

ઉનાળાની શરુઆતમાં જ અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યા સામે આવી છે. ગોમતીપુરના શમશેર બાગ, મદની મહોલ્લા, પાકવાડા, મોહનલાલની ચાલીના લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. પીવાનું પાણી ડહોળુ આવતા રહીશોએ મનપાને વારંવાર ફરિયાદ કરવા છતા ઉકેલ ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. ગંદુ પાણી પીવાથી સમગ્ર વિસ્તારમાં રોગચાળો વકર્યો છે.

આ પણ વાંચો : Ahmedabad : માસ્કના દંડ બાબતે દંપતિ અને પોલીસ વચ્ચે બબાલ, વીડિયો થયો વાયરલ

સુરતના અશ્વનીકુમાર ફૂલપાડા વિસ્તારમાં દૂષિત પાણી

અગાઉ સુરતના અશ્વનીકુમાર ફૂલપાડા વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી વકરેલી દૂષિત પાણીની સમસ્યા ઉકેલવા તંત્ર સફાળું જાગ્યું છે. સ્થાનિક કોર્પોરેટર નિરાલી પટેલે અધિકારીઓને રજૂઆત કરતાં આજે કોર્પોરેશનની ટીમે અસરગ્રસ્ત સોસાયટીઓમાંથી પાણીના નમૂના લીધા છે. જીવાત અને દુર્ગંધયુક્ત પાણીના કારણે સમગ્ર વિસ્તારમાં રોગચાળો પણ વકર્યો છે. જેને લઈ સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો છે.

મહત્વનું છે કે અશ્વનીકુમાર-ફૂલપાડા વિસ્તારની ધરમનગર, વિષ્ણુ નગર, સતાધાર અને સૌરાષ્ટ્ર સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસોથી દૂષિત પાણીની ફરિયાદ ઉઠી છે. પરંતુ હજુ સુધી સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.

દૂષિત પાણીને પગલે રહીશોને થયા ઝાડા ઉલટી

કેટલાક રહીશોને ઝાડા ઉલટી થયા હોવાનું કોર્પોરેટરના ધ્યાને આવ્યું હતું. જેથી કોર્પોરેટર દ્બારા આ અંગે અધિકારીઓ પાસે સેમ્પલ લેવડાવી તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવવા રજૂઆત કરવામાં આવી હતી.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">