Gujarati Video: દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો માટે રાહતના સમાચાર, 24 ક્લાકમાં પડી શકે છૂટોછવાયો વરસાદ, 5 દિવસ સુધી રહેશે વરસાદી માહોલ
Ahmedabad: હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં આગામી 24 કલાકમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત છે.
Ahmedabad: દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર છે. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગને આગાહી કરી છે. સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં સામાન્ય વરસાદ પડી શકે છે. જયારે આગામી 5 દિવસમાં અમુક શહેરોમાં છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે.
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હાલ વરસાદની શક્યતા નહિવત
અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત છે. હિમાચલ તરફ વરસાદ ખેંચાઈ ગયો હોવાથી હાલ ગુજરાતમાં વરસાદ નહીં પડી શકે. ભેજના કારણે છુટોછવાયો હળવો વરસાદ રહી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ગુજરાતીઓએ ગરમી માટે તૈયાર રહેવુ પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી એક સપ્તાહમાં 2થી3 ડિગ્રી તાપમાન વધશે. હાલ અમદાવાદમાં 35 ડિગ્રી તાપમાન છે. રાજ્યમાં અલનિનોની અસરને કારણે વાતાવરણ સુકુ જોવા મળી રહ્યુ છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હાલ વરસાદની શક્યતા નહિવત છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
