Gujarati Video: ગરમીમાં રાજકોટ નહીં રહે તરસ્યું, 7મેના રોજ આજી-1 અને ન્યારી-1 ડેમમાં ઠલવાશે નર્મદાના નીર, જુઓ Video

|

May 03, 2023 | 11:30 PM

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યું, શહેરમાં પીવાના પાણીને લઇને વર્ષ દરમિયાન કોઇ ચિંતા નહિ રહે.  મહાનગરપાલિકા દ્રારા આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. ઓગસ્ટ બાદ પણ વરસાદ ખેંચાય તો પણ લોકોને નર્મદાનું પાણી મળી રહેશે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાજકોટવાસીઓ માટે પાણીને લઈ રાહતના સમાચાર છે. રાજ્ય સરકાર દ્રારા સૌની યોજનાથી લોકોને પાણી મળશે. આગામી 7મેથી આજી 1 અને ન્યારી 1 ડેમમાં નર્મદાના નીર ઠાલવવામાં આવશે.

આજી 1 ડેમમાં 201 MCFT અને ન્યારી 1 ડેમમાં 165 MCFT પાણીનો જથ્થો ઠાલવવામાં આવશે. ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાઇ તો પાણીની સમસ્યા ન રહે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Gujarati Video : અમરેલી જિલ્લામાં સતત આઠમાં દિવસે વરસાદી માહોલ, ઉનાળુ પાકને નુકસાનની ભીતિથી ખેડૂતો પરેશાન

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યું, શહેરમાં પીવાના પાણીને લઇને વર્ષ દરમિયાન કોઇ ચિંતા નહિ રહે.  મહાનગરપાલિકા દ્રારા આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. ઓગસ્ટ બાદ પણ વરસાદ ખેંચાય તો પણ લોકોને નર્મદાનું પાણી મળી રહેશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 11:17 pm, Wed, 3 May 23

Next Video