Gujarati Video : આગામી ઓક્ટોબર કે નવેમ્બર માસમાં રાજકોટને મળશે એઈમ્સની ભેટ, પીએમ મોદી કરશે ઉદ્ધાટન

| Edited By: | Updated on: Feb 12, 2023 | 7:43 PM

રાજકોટમાં નિર્માણાધીન એઇમ્સ હોસ્પિટલને લઇ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ મહત્વનું નિવેદન આપ્યું છે. આગામી ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં સૌરાષ્ટ્ર વાસીઓને આરોગ્ય ક્ષેત્રે  મોટી ભેટ મળી શકે છે.  માંડવીયાએ કહ્યું કે આગામી ઓક્ટોબર મહિનામાં પીએમ મોદીના હસ્તે એઇમ્સનું લોકાર્પણ કરાશે.

રાજકોટમાં નિર્માણાધીન એઇમ્સ હોસ્પિટલને લઇ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ મહત્વનું નિવેદન આપ્યું છે. આગામી ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં સૌરાષ્ટ્ર વાસીઓને આરોગ્ય ક્ષેત્રે  મોટી ભેટ મળી શકે છે.  માંડવીયાએ કહ્યું કે આગામી ઓક્ટોબર મહિનામાં પીએમ મોદીના હસ્તે એઇમ્સનું લોકાર્પણ કરાશે. રાજકોટમાં નિર્માણ પામી રહેલી એઇમ્સનું 60 ટકા કામ પૂર્ણ થઇ ગયું છે. આગામી ઓક્ટોબર મહિના સુધી સંપૂર્ણ કામ પૂર્ણ કરી દેવામાં આવશે સાથે જ માંડવીયાએ કહ્યું કે દેશભરમાં 22 એઇમ્સ હોસ્પિટલનું નિર્માણ થઇ રહ્યું છે. જેમાંથી એક ગુજરાતને એટલે કે રાજકોટમાં એઇમ્સ હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્ક ચાલુ થઈ ગયું છે

આરોગ્ય મંત્રીએ મનસુખ માંડવિયાએ વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતની જનતા ગુજરાતમાં એઇમ્સ મળે તે માટે બહુ જ ઉત્સુક હતી. એઇમ્સ ખાસ કરીને ગુજરાતમાં રાજકોટમાં મળી છે ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્ક ચાલુ થઈ ગયું છે. આજે વિદ્યાર્થીઓની થર્ડ બેચ આવી ગઈ છે. જલ્દીમાં જલ્દી ડેડીકેશન ટુ નેશન્સ થાય તેની રાહ જોઈ રહ્યા છીએ ત્યારે જે રીતે સમીક્ષામાં મુદ્દાઓ સામે આવ્યા છે ત્યારે એના આધારે હું એટલું કહી શકું કે, ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં આપણે રાજકોટ એઇમ્સને ડેડીકેશન ટુ નેશન્સ કરી શકીશું.

મંત્રી અને તમામ મહાનુભાવોને બાંધકામના સ્થળોની મુલાકાત લેવા લઈ જવામાં આવ્યા અને તેમણે હોસ્પિટલના વિવિધ બ્લોક્સની પ્રગતિની વિવેચનાત્મક સમીક્ષા કરી હતી.

 

આ પણ વાંચો : ગુજરાતમાં વર્ષની પ્રથમ લોક અદાલત યોજાઇ, કુલ 3,85,951 કેસોનો નિકાલ કરાતા કોર્ટ પર ભારણ ઘટ્યું

Published on: Feb 12, 2023 05:52 PM