Gujarati Video: 6 વર્ષથી ઓછી ઉંમરના ધોરણ 1માં પ્રવેશથી વંચિત બાળકોના વાલીઓનું આંદોલન યથાવત, નવી શિક્ષણ નીતિ સામે વિરોધ

Vadodara: વડોદરામાં નવી શિક્ષણ નીતિથી વંચિત બાળકોના વાલીઓનું આંદોલન યથાવત છે. વાલીઓએ કાળી પટ્ટી ધારણ કરી માનવસાંકળ રચી વિરોધ વ્યક્ત કર્યો. વાલીઓની દલીલ છે કે માત્ર એકાદ બે મહિના માટે તેમનુ બાળક ધોરણ 1માં પ્રવેશથી વંચિત રહી જશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2023 | 3:19 PM

વડોદરામાં નવી શિક્ષણ નીતિને કારણે ધોરણ-1માં પ્રવેશથી વંચિત બાળકો અને તેમના વાલીઓનું આંદોલન યથાવત છે. બાળકો અને વાલીઓએ કાળી પટ્ટી ધારણ કરી માનવ સાંકળ બનાવી વિરોધ વ્યક્ત કર્યો. બાળકોએ વિવિધ લખાણો લખેલા બેનરો અને પોસ્ટરો મારફતે તેમનું વર્ષ ન બગાડવા સરકારને અપીલ કરી.

બિલ્ડરોની વાત સરકારે માની, બાળકોની માનશે ?

વાલીઓએ સવાલ ઉઠાવ્યો કે જો જંત્રી મુદ્દે બિલ્ડરોની વાત માનવામાં આવતી હોય તો 3 લાખ બાળકોના ભવિષ્યની ચિંતા સરકાર કેમ નથી કરતી ? મહત્વનું છે કે રાજ્ય સરકાર દ્વારા નવા શૈક્ષણિક વર્ષથી ધોરણ-1માં પ્રવેશ મેળવવાની ઉંમર 6 વર્ષ નિર્ધારિત કરી છે. જેના કારણે રાજ્યના 3 લાખ બાળકો પ્રવેશથી વંચિત રહી જશે.

રાજ્ય સરકારે ગત શૈક્ષણિક વર્ષથી 2020માં નોટિફિકેશન કરીને RTE એક્ટમાં સુધારારૂપે ધોરણ 1માં પ્રવેશ માટે 6 વર્ષનો નિયમ ફરજિયાત કર્યો છે. જો કે નિયમ જૂન 2023થી લાગુ થવાનો છે. વર્ષ 2020, 2021, 2022 અને 2022-23 એમ ત્રણ શૈક્ષણિક વર્ષ માટે આ નિયમનો અમલ થયો ન હતો અને 6 વર્ષ પુરા ન થયા હોય તેવા બાળકોને પણ ધોરણ 1માં પ્રવેશ અપાયો છે. હવે જૂન 2023થી આ નિયમ ફરજિયાત અમલી થવાનો છે.

જેને લઈને વિવિધ જિલ્લામાં વાલીઓ દ્વારા આ નિયમમાં છૂટ આપવા અને આ વર્ષ પુરતુ 1 લી જૂને 6 વર્ષ પુરા થયા ન હોય તેવા બાળકોને પણ ધોરણ 1માં પ્રવેશ આપવાની માગ કરવામાં આવી છે. જો કે નિયમમાં કોઈ છૂટ કે ગ્રેસિંગ આપવાની સરકારની કોઈ યોજના નથી. રાજ્ય સરકાર દ્વારા કોઈ રાહત આપવાની કોઈ યોજના નથી પરંતુ વૈકલ્પિક વ્યવસ્થારૂપે રાજ્ય સરકાર ધોરણ 1 પહેલા બાલવાટિકાનો અભ્યાસ દાખલ કરવાની યોજના બનાવી રહી છે.

આ પણ વાંચો:  Gujarat : નવી શિક્ષણ નીતિમાં ‘બેગલેસ અભ્યાસ’,ધો. 6 થી 8ના વિદ્યાર્થીઓને હવે વ્યવસાયિક વિષયોની અપાશે પ્રેક્ટીકલ તાલીમ

આ નવા નિયમથી અંદાજે 3 લાખથી વધુ બાળકોને અસર થશે. જેમને જુનિયર કેજી અને સિનિયર કેજી પુરુ કર્યા બાદ પણ 1લી જૂને છ વર્ષ પુરા ન થતા હોય કે 6 વર્ષમાં થોડા દિવસો બાકી હોય એવા મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ મોટા પ્રમાણમાં છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">