Gujarati Video : સુરતમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારને લઇને સઘન સુરક્ષા વ્યવસ્થા

બાબાના દિવ્ય દરબારમાં એક JCP, બે DCP, 4 ACP સહિતના વરિષ્ઠ અધિકારીઓ દેખરેખ રાખશે. દિવ્ય દરબાર પહેલા બાગેશ્વર ધામના મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રી રોડ શો યોજે તેવી શક્યતા છે. આ રોડ-શોમાં પણ સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2023 | 8:01 AM

Surat : સુરતમાં(Surat) બાબા બાગેશ્વર(Baba Bageshwar)  ધામ સરકારના આજથી બે દિવસના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.લિંબાયત વિસ્તારના નીલગીરી ગ્રાઉન્ડમાં આજે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજાશે. આ સમારોહ માટે વિશાળ મંચ, ભવ્ય મંડપ તૈયાર કરવામાં આવ્યો છે.બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં બે લાખથી વધુ લોકો જોડાય તેવો આયોજકોનો દાવો છે. સાંજે બાબાનો દિવ્ય દરબાર શરૂ થશે.

સુરતના બાગેશ્વર ધામના દિવ્ય દરબારમાં સુરક્ષાનો લોખંડી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડમાં 400થી વધુ પોલીસ જવાનો અને 700 હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે. આ ઉપરાંત અંદાજે બે લાખ ભક્તોના આગમનને લઈ TRB સહિત ટ્રાફિક પોલીસનો પણ ખાસ બંદોબસ્ત જોડાશે.

બાબાના દિવ્ય દરબારમાં એક JCP, બે DCP, 4 ACP સહિતના વરિષ્ઠ અધિકારીઓ દેખરેખ રાખશે. દિવ્ય દરબાર પહેલા બાગેશ્વર ધામના મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રી રોડ શો યોજે તેવી શક્યતા છે. આ રોડ-શોમાં પણ સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">