Gujarati Video: રાજકોટમાં જસદણ પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો, અનેક વિસ્તારમાં કરા સાથે ભારે વરસાદ

Gujarati Video: રાજકોટમાં જસદણ પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો, અનેક વિસ્તારમાં કરા સાથે ભારે વરસાદ

| Edited By: | Updated on: Mar 05, 2023 | 11:28 PM

ગુજરાતના રાજકોટમાં જસદણ પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. જ્યારે જસદણની આજુબાજુના અનેક વિસ્તારમાં કરા સાથે ભારે વરસાદ પડ્યો છે. જેમાં જસદણ, આટકોટ, વીરનગર, શીવરાજપુરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જ્યારે કમોસમી વરસાદના કારણે ખેડૂતના શિયાળુ પાકને નુકશાન થવાની ભીતિ છે.

ગુજરાતના રાજકોટમાં જસદણ પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. જ્યારે જસદણની આજુબાજુના અનેક વિસ્તારમાં કરા સાથે ભારે વરસાદ પડ્યો છે. જેમાં જસદણ, આટકોટ, વીરનગર, શીવરાજપુરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જ્યારે કમોસમી વરસાદના કારણે ખેડૂતના શિયાળુ પાકને નુકશાન થવાની ભીતિ છે. જેમાં ઘઉં ,ચણા,જીરું સહિતના પાકને ભારે નુકશાન થવાની ભીતી છે. તેમજ કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતાનો માહોલ છે.આ ઉપરાંત રાજકોટના સરધાર ગામે વિજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો. જ્યારે રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં માવઠું પડતા ખેડૂતો ચિંતિત થયા હતા.

ગુજરાતભરના વાતાવરણમાં પલટો આવ્યો છે અને ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વાદળછાયું વાતાવરણ  અને  કેટલાક જિલ્લામાં વરસાદ પડ્યો હતો. તેમજ અમદાવાદમાં મોડી રાતથી તીવ્ર ગતિએ પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી. તેમજ વહેલી સવારે પણ તીવ્ર ગતિએ પવન ફૂંકાઈ રહ્યો હતો. તો ગાંધીનગરમાં પણ વાદળછાયા વાતાવરણ સાથે ઠંડકનો અનુભવ થયો હતો.

હવામાન વિભાગે ગુજરાતમાં   માવઠું થવાની આગાહી વ્યક્ત કરી છે. જે દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. જ્યારે કે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 24 કલાક બાદ વરસાદી સિસ્ટમ વધુ સક્રિય થશે. જેના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે. સાથે જ દિવસ દરમિયાન લોકોને ભારે બફારાનો પણ અનુભવ થશે

તો બીજી તરફ જામનગર જિલ્લામાં પણ ગત રાત્રે ઝાપટું પડ્યું હતું અને રસ્તા પર પાણી વહી નીકળ્યા હતા. તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના લાખણી તાલુકાના કુડા, વાસણ, કોટડા સહિતના ગામોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો.