Gujarati Video: સુરતમાં વધુ એક યુવકનું ક્રિકેટ રમતા અચાનક બેભાન થયા બાદ થયુ મોત

Surat: સુરતમાં ક્રિકેટ રમતા વધુ એક યુવકનું મોત થયુ છે. ઓલપાડના નરથાણ ગામનો યુવક ક્રિકેટમાં ફિલ્ડીંગ કરતો હતો તે વખતે અચાનક બેભાન થઈ ઢળી પડ્યો હતો અને તેનુ મોત નિપજ્યુ હતુ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 05, 2023 | 7:47 PM

કોરોના બાદ છેલ્લા થોડા મહિનાઓથી યુવાનોમાં હાર્ટ એટેકથી મોતના કિસ્સાઓ વધ્યા છે. જેમા સુરતના વધુ એક યુવકનું  ક્રિકેટ રમતી વખતે મોત થયુ છે. સુરતના ઓલપાડ તાલુકાના નરથાણ ગામમાં નિમેષ આહિર નામના યુવકનું ક્રિકેટ મેચ દરમ્યાન મોત નિપજ્યું. નિમેષ ફિલ્ડિંગ ભરતી વખતે બેભાન થઇ ગયો. જે બાદ તેનું મોત થયું હતુ. ઘટના પહેલા નિમેષ આહિરે 18 બોલમાં 41 રન ફટકાર્યા હતા. હાલ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ક્રિકેટના મેદાનમાં પૂરી થઇ ગઇ જિંદગીની ઇનિંગ

અમદાવાદ હોય, સુરત હોય કે રાજકોટ હોય. શહેરો અલગ અલગ છે પરંતુ તમામ ઘટનામાં એક બાબત સામાન્ય છે કે ક્રિકેટ રમતી વખતે મોત. છેલ્લા એક મહિનાની જો વાત કરીએ તો એકલા સુરત શહેરમાં જ ક્રિકેટ રમતી વખતે ત્રણ યુવકો મોતને ભેટ્ય છે. ઓલપાડ તાલુકાના નરથાણ ગામમાં નિમેષ આહિર નામના યુવકનું ક્રિકેટ મેચ દરમિયાન મોત નિપજ્યુ હતુ. આ પહેલા 7 ફેબ્રુઆરીએ પણ ઓલપાડમાં જ ક્રિકેટ મેચ દરમ્યાન યુવકનું હાર્ટ એટેકથી મોત થયું. તો 19 ફેબ્રુઆરીએ પણ સુરતમાં યુવકે ક્રિકેટના મેદાન પર જ જીવ ગુમાવ્યો. 25 ફેબ્રુઆરીએ અમદાવાદમાં બચત ભવનમાં નોકરી કરતા સરકારી કર્મચારી વસંત રાઠોડનું ક્રિકેટ રમતા મોત થઇ ગયું. તો રાજકોટમાં પણ ક્રિકેટના ગ્રાઉન્ડ પર યુવકોના મોત થયા હતા.

આ પણ વાંચો: Gujarati Video: અમદાવાદમાં ક્રિકેટ રમી રહેલા યુવકનું હાર્ટ એટેકથી મોત, યુવાનની અણધારી વિદાયથી પરીવારમાં શોકનો માહોલ, જુઓ Video

Follow Us:
આ શહેરમાં નથી વાગતા 12, ઘડિયાળ 11 પછી બતાવે છે સીધો 1 વાગ્યાનો સમય
આ શહેરમાં નથી વાગતા 12, ઘડિયાળ 11 પછી બતાવે છે સીધો 1 વાગ્યાનો સમય
ગોધરા પંથકની શાળામાં દાઝેલી 13 વર્ષીય વિદ્યાર્થીનીનું મોત
ગોધરા પંથકની શાળામાં દાઝેલી 13 વર્ષીય વિદ્યાર્થીનીનું મોત
ખંભાળિયા તાલુકામાં વીજ ધાંધિયાને કારણે ખેડૂતો હેરાન
ખંભાળિયા તાલુકામાં વીજ ધાંધિયાને કારણે ખેડૂતો હેરાન
રાજકોટમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ, 7 લોકોએ પીધી ઝેરી દવા
રાજકોટમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ, 7 લોકોએ પીધી ઝેરી દવા
વડોદરા: શિનોર સહિતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ
વડોદરા: શિનોર સહિતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ
ડુમસ બીચ ખાત આંતરરાષ્ટ્રીય ક્લિન દિવસ અંતર્ગત યોજાઈ સ્વચ્છતા ડ્રાઈવ
ડુમસ બીચ ખાત આંતરરાષ્ટ્રીય ક્લિન દિવસ અંતર્ગત યોજાઈ સ્વચ્છતા ડ્રાઈવ
પરીક્ષામાં ગેરરીતિ રોકવા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિ.એ લીધો આ નિર્ણય
પરીક્ષામાં ગેરરીતિ રોકવા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિ.એ લીધો આ નિર્ણય
અંબાલાલની વરસાદને લઈને મોટી આગાહી, નવરાત્રીમાં વરસાદ બનશે વિલન - Video
અંબાલાલની વરસાદને લઈને મોટી આગાહી, નવરાત્રીમાં વરસાદ બનશે વિલન - Video
સાયબર માફીયાઓ બન્યા બેફામ, વકીલ મંડળનું વોટ્સઅપ ગ્રુપ કર્યું હેક
સાયબર માફીયાઓ બન્યા બેફામ, વકીલ મંડળનું વોટ્સઅપ ગ્રુપ કર્યું હેક
જખૌ નજીક બિનવારસી હાલતમાં 10 ડ્રગ્સના પેકેટ મળ્યા
જખૌ નજીક બિનવારસી હાલતમાં 10 ડ્રગ્સના પેકેટ મળ્યા
g clip-path="url(#clip0_868_265)">