Gujarati Video: રાજકોટ ભાજપનો આંતરિક જૂથવાદ ચરમસીમા પર, વિવાદ વકરતા પ્રદેશ કક્ષાએથી અપાયા તપાસના આદેશ
Rajkot: રાજકોટ ભાજપનો આંતરિક ડખો પ્રદેશ મોવડીમંડળ માટે હવે માથાના દુ:ખાવા સમાન બન્યો છે. એકબાદ એક નેતાઓના કકળાટ વધતા વિવાદ વધુ વકરી રહ્યો છે. જેની ગંભીર નોંધ લેતા પ્રદેશ કક્ષાએથી તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
Rajkot: શિસ્તબદ્ધ પાર્ટી કહેવાતા ભાજપની શિસ્તના હાલ પક્ષના નેતાઓ જ ધજાગરા ઉડાડી રહ્યા છે. જેમા રાજકોટ ભાજપમાં કવિતાકાંડથી પ્રદેશ ભાજપમાં આંતરિક ડખા હોવાની પોલ ખૂલી ગઈ છે. ભાજપની કાર્યપદ્ધતિ પર પક્ષના જ કોઈ નેતાએ જૂના ભાજપ વર્સિસ નવા ભાજપની કાર્યપદ્ધતિ અંગે કવિતા રચી દેતા જે પત્તા અકબંધ હતા તે પણ ખૂલી ગયા છે. રાજકોટ ભાજપમાં આંતરિક જૂથવાદ, નેતાઓમાં કકળાટ અને યુનિવર્સિટીમાં AAPની એન્ટ્રી.
આ ત્રણ ઘટનાઓ પ્રદેશ ભાજપની ચિંતાનું કારણ બની છે. હાથમાંથી જતા નેતાઓ સાથે પક્ષ વિરોધી પ્રવૃતિ, ભાજપ માટે સૌથી મોટી ચિંતાનો વિષય બન્યો છે. શિસ્તબદ્ધ પાર્ટીના નેતાઓની આ અશિસ્ત જોઇને પ્રદેશ મોવડી મંડળ પણ ચોંકી ઉઠ્યું છે. શક્યતા સેવાઇ રહી છે સ્થાનિક સ્તરેથી રિપોર્ટ મેળવીને પક્ષ વિરોધી પ્રવૃતિ અને વિવાદ સર્જનાર નેતાઓ સામે કાર્યવાહી થઇ શકે છે.
રાજકોટ શહેર-જિલ્લા ભાજપમાં સામે આવેલી ત્રણેય ઘટનાએ પ્રદેશ ભાજપની ચિંતા વધારી છે. લોધિકા સંઘ હોય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, કે પછી ભાજપ શાસિત કોર્પોરેશનનો કવિતાકાંડ. આ ત્રણેય ઘટનાઓ ભાજપ માટે માથાના દુઃખાવો સાબિત થઇ રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં AAPની એન્ટ્રીથી પ્રદેશ નેતાગીરી ચિંતિત બની છે. કવિતા કાંડે પણ ભાજપમાં જૂથવાદની પોલ છતી કરી નાખી છે. જ્યારે લોધિકા સંઘ મામલે પણ પૂર્વ મંત્રી સામે કાર્યવાહીથી હડકંપ સર્જાયો છે. ત્યારે પ્રદેશ ભાજપ હવે આ મામલે આકરી કાર્યવાહી કરે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.
Latest Videos