Gujarati Video : રાજકોટના ગોંડલમાં વરસાદે સર્જી તારાજી, માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલા મરચા અને ડુંગળી પલળ્યા

Gujarati Video : રાજકોટના ગોંડલમાં વરસાદે સર્જી તારાજી, માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલા મરચા અને ડુંગળી પલળ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2023 | 9:36 AM

રાજકોટના (Rajkot) ગોંડલમાં માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલા મરચા અને ડુંગળી પલળી ગયા છે. જેના કારણે મોટુ નુકસાન થયુ છે. તંત્રની બેદરકારીના કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન પહોંચ્યુ હોવાના આક્ષેપ થઇ રહ્યા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં અનેક સ્થળોએ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યુ છે. રાજકોટમાં ગોંડલમાં કમોસમી વરસાદે તારાજી સર્જી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર- કચ્છ તેમજ ઉત્તર-મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી હતી. જે મુજબ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે.

આ પણ વાંચો-Mehsana: બાસણા નજીક યુવતીનો મૃતદેહ મળવા મામલે ફોરેન્સિક રિપોર્ટમાં મોટા ખુલાસા, આટલી ક્રુરતા પૂર્વક કરી હતી હત્યા

રાજકોટના ગોંડલમાં માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલા મરચા અને ડુંગળી પલળી ગયા છે. જેના કારણે મોટુ નુકસાન થયુ છે.
તંત્રની બેદરકારીના કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન પહોંચ્યુ હોવાના આક્ષેપ થઇ રહ્યા છે. કમોસમી વરસાદથી પાકને નુકસાન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

રાજકોટમાં જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે. વહેલી સવારે જસદણ, આટકોટ, શિવરાજપુર, લીલાપુર, કોઠી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે જસદણના કેટલાક વિસ્તારમાં વીજળી ગુલ થઇ છે. કમોસમી વરસાદના કારણે ઉનાળુ તલના પાકને નુક્સાન થવાની ભીતિ છે.

તો રાજકોટના જેતપુરમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે. જો કે ધીમીધારે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અસહ્ય બફારામાંથી લોકોને રાહત મળી છે. જેતપુરના કેટલાક વિસ્તારોમાં પણ વીજળી ગુલ થઇ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">