Gujarati Video: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમની ઉપસ્થિતિ, દર્શકોનું જીલ્યું અભિવાદન

Gujarati Video: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમની ઉપસ્થિતિ, દર્શકોનું જીલ્યું અભિવાદન

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2023 | 9:28 AM

Ahmedabad: આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત ઈન્ડિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેચ રમાવા જઈ રહી છે. આ મેચનો પ્રથમ દિવસ દિવસ બની ગયો છે. કારણ કે ભારતના પીએમ અને ઓસ્ટ્રેલિયાના પીએમ આ મેચમાં ઉપસ્થિત છે જેને લઈને દર્શકોનો ઉત્સાહ પણ બેવડાયો છે.

ક્રિકેટ મૈત્રીથી ભારત અને ઓસ્ટ્રેલિયાના સંબંધોની નવી ઈનિંગ્સ શરૂ થવા જઈ રહી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેચ રમાવાની છે. જેમાં ભારતના પીએમ નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ અલ્બેનીસ ઉપસ્થિત રહ્યા છે. આ બંને મહાનુભાવોની ઉપસ્થિતિથી દર્શકોનો ઉત્સાહન પણ બેવડાયો છે. આખુ દર્શકોથી ખચોખચ ભરેલુ છે. અને પીએમની એક ઝલક મેળવવા માટે દર્શકો તલપાપડ બન્યા છે. વડાપ્રધાન મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમએ પણ સ્ટેડિયમમાં જઈ દર્શોકનું અભિવાદન જીલ્યુ હતુ. સ્ટેડિયમમાં પણ કંઈક અલગ જ નઝારો જોવા મળી રહ્યો છે. રંગારંગ કાર્યક્રમ અને ગીત-સંગીતથી સમગ્ર સ્ટેડિયમ ગૂંઝી ઉઠ્યુ છે.

જો કે શક્યતા એવી પણ છે કે બંને દેશોની ક્રિકટ મેચમાં બંને PM કોમેન્ટ્રી કરી શકે છે. સવારે 10 કલાકે PM નરેન્દ્ર મોદી ગાંધીનગર જવા રવાના થશે અને બપોરે 2 કલાક સુધી PM નરેન્દ્ર મોદી રાજભવનમાં રોકાશે.જ્યાં બંને દેશના વડાપ્રધાન વચ્ચે મહત્વની બાબતો પર ચર્ચા થશે. સાથે જ મહત્વના નિર્ણયો લઈને દ્વિપક્ષિય કરારો થશે.

આ પણ વાંચો: India Vs Australia 4th Test Live Score : અમદાવાદ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીત્યો, ભારત પ્રથમ બોલિંગ કરશે

મહત્વનું છે કે, ઓસ્ટ્રેલિયાનાં વડાપ્રધાન એન્થની આલ્બેનીસ 8 માર્ચથી 11 માર્ચ સુધી ભારતના પ્રવાસે છે. ત્યારે બંને દેશના PMની મહામુલાકાતમાં અગત્યની બાબતો પર દ્વિપક્ષિય કરારો થશે. ઓસ્ટ્રેલિયાની વોલોનગોંગ અને ડીકીન વિશ્વવિદ્યાલય સ્થાપિત કરવા સંબંધિત સમજૂતી ઉપર હસ્તાક્ષર થઇ શકે છે. શક્યતાઓ છે કે બંને દેશો એકબીજાના પાઠ્યક્રમને માન્યતા આપી એક નવી શરૂઆત કરી શકે છે. ઓસ્ટ્રેલિયાના વ્યાપાર અને પર્યટન મંત્રી ડોન ફેરેલ અને સંસાધન અને ઉત્તરી ઓસ્ટ્રેલિયાનાં મંત્રી મેડેલીન કિંગ સાથે એક ઊચ્ચ સ્તરીય વ્યાપાર પ્રતિનીધિ મંડળ પણ ભારત આવશે. બંને દેશોનાં ક્ષેત્રિય અને વૈશ્વિક મુદ્દાઓ સહિત સહયોગનાં ક્ષેત્રોમાં ચર્ચા કરવા માટે શિખર સંમેલનનું પણ આયોજન થઈ શકે છે.

Published on: Mar 09, 2023 09:27 AM
g clip-path="url(#clip0_868_265)">