Gujarati video : સતત વધતી ચોરીની ઘટનાથી પ્રજા પરેશાન, અમદાવાદની સેટેલાઈટ પોલીસ વિરુદ્ધ બેનર લાગ્યા
અમદાવાદના (Ahmedabad) સેટેલાઇટ વિસ્તારમાં ચોરીની ઘટનાઓ વધતી જઇ રહી છે. ત્યારે ચોરીના બનાવમાં કોઈ કાર્યવાહી નહીં થતાં અમદાવાદની સેટેલાઈટ પોલીસ વિરુદ્ધ બેનર લાગ્યા છે.
અમદાવાદમાં દિવસે દિવસે ચોરીના બનાવ વધી રહ્યા છે. ખાસ કરીને સેટેલાઇટ વિસ્તારમાં ચોરીની ઘટનાઓ વધતી જઇ રહી છે. ત્યારે ચોરીના બનાવમાં કોઈ કાર્યવાહી નહીં થતાં અમદાવાદની સેટેલાઈટ પોલીસ વિરુદ્ધ બેનર લાગ્યા છે. સેટેલાઈટ વિસ્તારમાં વ્રજવિહાર 5 અને રત્નદીપ કોમ્પલેક્ષમાં સ્થાનિકોએ બેનર લગાવી પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. પોલીસ પેટ્રોલિંગની વાતો માત્ર કાગળ પર બેનરમાં ઉલ્લેખ કરાયો હતો.
સેટેલાઇટ વિસ્તારમાં છ મહિનામાં આઠ દુકાનોના તાળા તૂટવામાં કોઈ કાર્યવાહી નહીં થતાં સ્થાનિકો પોલીસની કામગીરીથી નારાજ છે. પોલીસે કામગીરી નહીં કરતા ચોરને મોકળું મેદાન મળ્યું હોવાના આરોપ ઉઠયા છે. ક્યાંક રોકડ રકમની ચોરી તો ક્યાંક દુકાનોમાં રહેલી વસ્તુઓની ચોરી થઈ હતી. અનેક રજૂઆત છતાં ચોર ટોળકી નહીં પકડાતા સ્થાનિકોએ સેટેલાઈટ પોલીસ સામે વિરોધ નોંધાવ્યો. સેટેલાઈટ જેવા પોશ વિસ્તારમાં પોલીસની નિષ્ક્રિયતાના કારણે ચોરીના બનાવ વધ્યા હોવાના સ્થાનિકોએ આરોપ લગાવ્યા હતા.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…