Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video: ભાવનગરમાં કમોસમી વરસાદથી ખેડૂતોને પારવાર નુકસાન, મહુવા APMCમાં મોટા પ્રમાણમાં પલળી ડુંગળી

Gujarati Video: ભાવનગરમાં કમોસમી વરસાદથી ખેડૂતોને પારવાર નુકસાન, મહુવા APMCમાં મોટા પ્રમાણમાં પલળી ડુંગળી

TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2023 | 10:10 AM

Bhavnagar: જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને વ્યાપક નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. મહુવા APMCમાં મોટા પ્રમાણમાં ડુંગળી પલળી ગઈ છે. APMCની બેદરકારીના કારણે ડુંગળી પલળી હોવાનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે.

ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદથી મહુવા APMCમાં મોટા પ્રમાણમાં ડુંગળી પલળી ગઇ છે. APMCની બેદરકારીના કારણે ડુંગળી પલળી હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા શેડમાં ડુંગળી ઉતારવાની મંજૂરી ન અપાઇ હોવાનો પણ આક્ષેપ થઇ રહ્યો છે. મહત્વપૂર્ણ છે કે શેડ પાસે ખુલ્લી જગ્યામાં ડુગળી પલળી જતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.

આ પણ વાંચો: Gujarati Video : રાજકોટના ગોંડલમાં વરસાદે સર્જી તારાજી, માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલા મરચા અને ડુંગળી પલળ્યા

મહુવામાં વાતાવરણમાં પલટાથી જમાદાર કેરીને નુકસાન

વાતાવરણમાં અવારનવાર આવતો પલટો અને પાનખરની અસરને કારણે જમાદાર કેરીનો પાક નિષ્ફળ ગયો છે. મહુવામાં આવેલી 200થી 300 આંબાવાડીઓમાં જમાદાર કેરીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે.

આ આંબાવાડીના ઇજારદારો છ લાખથી લઈને 12થી 15 લાખ સુધીની રકમ ભરતા હોય છે, પરંતુ ગત સિઝનમાં તાઉતે વાવાઝોડાએ કેરીનો પાક નિષ્ફળ કર્યો હતો અને આ વર્ષે હવામાને કેરીનો પાક નિષ્ફળ ગયો છે. નિષ્ફળ જમાદાર કેરીના પાકના કારણે ઈજારેદાર તેમજ ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: May 04, 2023 10:08 AM
g clip-path="url(#clip0_868_265)">