હિંડનબર્ગ રિસર્ચમાં નામ આવતા, અમદાવાદની ઓડિટર ફર્મે અદાણીની કંપની છોડી

અમદાવાદની એક પેઢીનું નામ હિંડનબર્ગના રિપોર્ટમાં આવતા અદાણી ટોટલ ગેસ ઓડિટરે રાજીનામું આપ્યું. આ અંગે ચાલી રહેલા કેસમાં સુપ્રીમ કોર્ટે સેબીને આ આરોપોની તપાસ કરવા જણાવ્યું છે.

હિંડનબર્ગ રિસર્ચમાં નામ આવતા, અમદાવાદની ઓડિટર ફર્મે અદાણીની કંપની છોડી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2023 | 7:24 AM

અદાણી ગ્રૂપ વિશે હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટમાં અમદાવાદમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્સી ફર્મની નિમણૂક પર સવાલો ઉભા થયા છે. આ કંપનીએ અદાણી ગ્રુપની કંપની અદાણી ટોટલ ગેસ છોડી દીધી છે. કંપનીએ સ્ટોક એક્સચેન્જને જાણ કરી હતી કે M/s. Shah Dhandharia & Co. LLP એ રિઝાઇન આપ્યું છે.

અદાણીની કંપનીઓ સિવાય તેના ખાતામાં માત્ર એક જ લિસ્ટેડ કંપની

હિંડનબર્ગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, અદાણી એન્ટરપ્રાઇઝિસ અને અદાણી ટોટલ ગેસના સ્વતંત્ર ઓડિટર શાહ ધાંધરિયા એક નાની કંપની છે. તેની કોઈ વેબસાઈટ નથી. તેના માત્ર ચાર ભાગીદારો અને 11 કર્મચારીઓ છે. એક રેકોર્ડ મુજબ, તેણે 2021 માં દર મહિને 32,000 રૂપિયાનું ભાડું ચૂકવ્યું હતું. અદાણીની કંપનીઓ સિવાય તેના ખાતામાં માત્ર એક જ લિસ્ટેડ કંપની છે જેનું માર્કેટ કેપ રૂ. 64 કરોડની આસપાસ છે.

માર્ચ, 2023ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ માટે કંપનીનું ઓડિટ કર્યું

અદાણી ટોટલ ગેસે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે તેના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ M/s. Shah Dhandharia & Co. LLPએ રાજીનામું આપ્યું છે. આ 2 મેથી લાગુ થઈ ગયું છે. કંપનીએ ઓડિટરના રાજીનામાનો પત્ર પણ જોડ્યો છે. ઓડિટર કહે છે કે તેને 26 જુલાઈ, 2022ના રોજ પાંચ વર્ષની બીજી મુદત આપવામાં આવી હતી અને તેણે 31 માર્ચ, 2023ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ માટે કંપનીનું ઓડિટ કર્યું છે. તે કહે છે કે તે અન્ય અસાઇનમેન્ટમાં વ્યસ્ત છે, તેથી તેણે રાજીનામું આપ્યું છે. મહત્વનુ છે કે તે હજુ સુધી જાણી શકાયું નથી કે તે અદાણી એન્ટરપ્રાઇઝને પણ રીઝાઇન આપશે કે નહીં. અદાણી એન્ટરપ્રાઈઝ 4 મેના રોજ તેના નાણાકીય પરિણામો પર વિચાર કરશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ પણ વાંચો : અહીં સૂર્ય દિવસમાં 16 વખત ઉગે છે, ઠંડી એવી છે કે લોહી જામી જાય છે અને ગરમી એવી કે ચામડી બળી જાય

આ બાબતે પીઆઈએલ કરાઇ હતી દાખલ

24 જાન્યુઆરીના હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટમાં અદાણી ગ્રૂપ પર શેરના ભાવ વધારવામાં હેરાફેરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જોકે, અદાણી ગ્રુપે આ આરોપોને નકારી કાઢ્યા હતા. પરંતુ તેના કારણે અદાણી ગ્રૂપના શેરમાં એક મહિના કરતાં વધુ સમયથી ઘટાડો નોંધાયો હતો. સુપ્રીમ કોર્ટે સેબીને આ આરોપોની તપાસ કરવા જણાવ્યું છે. કોર્ટે આ માટે 2 મે સુધીનો સમય આપ્યો હતો. પરંતુ સેબીએ તેને વધુ છ મહિના લંબાવવા વિનંતી કરી છે. આ અંગે પીઆઈએલ દાખલ કરનાર એડવોકેટ વિશાલ તિવારીએ સેબીને વધુ સમય આપવાનો વિરોધ કર્યો છે. તેઓ કહે છે કે આનાથી તપાસ લંબાશે અને વધારાનો વિલંબ થશે.

g clip-path="url(#clip0_868_265)">