Gujarati Video : ગીર સોમનાથનું પીપળવા ગામ હાલ રણી ધણી વગરનું , ગુજરાત સરકારે નિમણૂક કરેલા વહીવટદારો જ છૂમંતર, જુઓ Video
ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ-278 મુજબ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતાં, ચાર્જ સંભાળતા તલાટી કમ મંત્રી સિવાયના અન્ય ગ્રામ પંચાયતના તલાટી-કમ મંત્રીને વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવ્યાં છે.
ગીર સોમનાથ જિલ્લાના બાવાના પીપળવા ગામ, જ્યાં છેલ્લા એક વર્ષથી ગ્રામ પંચાયત ની મુદત પૂરી થતાં હાલ આ ગામ રણી ધણી વગર નું બન્યું છે. આવા વાક્યો પીપળવા ગામ ના લોકો અને અગ્રણીઓ કહી રહ્યા છે. કારણ કે અંદાજે 1 – 5 – 22 ના રોજ આ ગામની ચાલુ પંચાયત બોડી ની મુદત પૂર્ણ થતાં હાલ આ ગામમાં ગુજરાત સરકાર દ્વારા વહીવટદાર નીમવામાં આવ્યા છે. જેથી ગામ નો વિકાસ રૂંધાય નહિ. કારણ કે જો ચાલુ પંચાયત હોય તો ગામના સરપંચ અને પંચાયત બોડી ગામના વિકાસ કાર્યો ને વેગ આપતી હોય છે. પરંતુ આ ગામની ગ્રામ પંચાયત બોડી ની મુદત પૂર્ણ થતાં છેલ્લા એક વર્ષથી સરકાર માં વહીવટદાર ને આ ગામની જવાબદારી સોપાઈ છે.
ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ-278 મુજબ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતાં, ચાર્જ સંભાળતા તલાટી કમ મંત્રી સિવાયના અન્ય ગ્રામ પંચાયતના તલાટી-કમ મંત્રીને વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવ્યાં છે. ગીર સોમનાથ જિલ્લાની 35 ગ્રામ પંચાયત સહિત રાજ્ય ની 3 હજાર ગ્રામ પંચાયતો માં છેલ્લા એકાદ વર્ષથી ગુજરાત સરકાર દ્વારા વહીવટદારો નિમવા માં આવ્યા છે.