Gir Somnath : વેરાવળના નામાકિંત સર્જેને ગળા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ, કારણ અકબંધ
વેરાવળ શહેરના નામાંકિત તબીબે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ છે, જો કે ક્યા કારણોસર તેઓએ આ પગલુ ભર્યુ તે હજુ સુધી જાણી શકાયુ નથી.
ગીરસમનાથ જિલ્લાના વેરાવળમાં એક નામાકિંત સર્જન ડો. અતુલ ચગે આત્મહત્યા કરી છે. તબીબે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ છે, જો કે ક્યા કારણોસર તેઓએ આત્મહત્યા કરી તે હજુ સુધી જાણી શકાયુ નથી. આપને જણાવી દઈએ કે વેરાવળના એસ ટી વિસ્તારમાં તેઓની હોસ્પિટલ પણ આવેલી છે. હાલ પોલીસે ક્યા કારણોસર તબીબે આ પગલુ ભર્યુ તે દિશામાં તપાસ શરૂ કરી છે.
પોલીસે આત્મહત્યાનુ કારણ જાણવા શરૂ કરી તપાસ
આ અગાઉ અમદાવાદમાં પત્ની પ્રેમી સાથે ભાગી જતા પતિએ જીવન ટૂંકાવી લીધુ હતુ. આત્મહત્યા કરતા પહેલા પતિએ પોતાની આપવીતી વ્યક્ત કરતો વિડીયો અને સુસાઇડ નોટ લખી હતી. જેના આધારે વટવા પોલીસે પત્ની અને પ્રેમી વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા યુવક મુકેશભાઈ પ્રિયદર્શીએ 10 ફેબ્રુઆરીના રોજ આત્મહત્યા કરી હતી.
Published on: Feb 12, 2023 02:06 PM
Latest Videos