Gujarati Video: Patan: સાંતલપરના ઝઝામની KBC કેનાલમાં મોટુ ભંગાણ, તંત્રની સમય સુચકતાના કારણે ખેતરોમાં મોટી નુકસાની થતા અટકી
Patan: સાંતલપરના ઝઝામ ગામની KBC કેનાલમાં મોટુ ભંગાણ સર્જાયુ છે. કેનાલનું એકબાજુનું બાંધકામ તૂટી પડ્યુ છે. આ કેનાલ તૂટતા મોટુ નુકસાન થવાની આશંકા છે. આસપાસના વિસ્તારોમાં કેનાલ તૂટવાથી લોકોની ચિંતા વધી છે.
રાજ્યમાં કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. પાટણના સાંતલપરમાં વધુ એક કેનાલમાં ભંગાણ સર્જાયુ છે. ઝઝામ ગામમાં આવેલી KBC કેનાલમાં મોટુ ભંગાણ સર્જાયુ છે. કેનાલની આજુબાજુનુ બાંધકામ તૂટી પડ્યુ છે. જેના કારણે મોટુ નુકસાન થવાની આશંકા છે. કેનાલ તૂટવાથી આસપાસના વિસ્તારોના લોકોની ચિંતા વધી છે.
ઝઝામ ગામની KBC કેનાલમાં મોટુ ગાબડુ
ઝઝામ ગામ પાસેથી પસાર થતી કચ્છ બ્રાન્ચ નર્મદા નિગમની કેનાલમાં મોટું ગાબડું પડવાની સાથે કેનાલનો એકબાજુનો ભાગ બેસી જતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા હતા. જોકે આ મામલે તંત્રને જાણ થતાં અને તંત્રની સમય સુચકતાના કારણે ખેતરોમાં મોટી નુકસાની થતા અટકી છે. જેના કારણે ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો.
આ પણ વાંચો: Ahmedabad: 1200 કરોડના ખર્ચે ખારીકટ કેનાલનું નવિનીકરણ, સફાઈ અભિયાનમાં 9 ટ્રેક્ટર જેટલો કચરો બહાર કઢાયો
ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહીની ઉઠી માગ
સ્થાનિકોનો આક્ષેપ છે કે હલકી ગુણવત્તાવાળા કામને કારણે કેનાલ બેસી ગઈ છે. કેનાલ તૂટતા સ્થાનિકોએ તાત્કાલિક તંત્રનું ધ્યાન દોર્યુ હતુ અને કેનાલનું પાણી બંધ કરાવતા ખેડૂતોને મોટી નુકસાની ટળી છે. નર્મદા કેનાલના કામમાં થયેલા ભ્રષ્ટાચારનો વધુ એક બોલતો પુરાનો આ ગાબડા સ્વરૂપે પ્રકાશમાં આવ્યો છે. કેનાલની કામગીરીમાં ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા સ્થાનિકોએ માગ કરી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
