Gujarati Video: બનાસકાંઠામાં લાખણી-થરાદ પંથકને જોડતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ થતા ખેડૂતોમાં રોષ

Gujarati Video: બનાસકાંઠામાં લાખણી-થરાદ પંથકને જોડતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ થતા ખેડૂતોમાં રોષ

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2023 | 9:59 AM

Banaskantha: બનાસકાંઠામાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ થતા ખેડૂતો રોષે ભરાયા છે. ખેડૂતોનો આરોપ છે કે 1 એપ્રિલથી કેનાલમાં પાણી બંધ કર્યુ છે. 15 એપ્રિલ સુધી કેનાલમાં પાણી ચાલુ રહેશે તેવો તંત્રનો આદેશ હતો. ખેડૂત આગેવાનોએ સોશિયલ મીડિયાના માધ્યમથી તંત્રને અપીલ કરી છે.

બનાસકાંઠામાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ થતા ખેડૂતોએ રોષે ભરાયા છે. દિયોદર, લાખણી અને થરાદ પંથકને જોડતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરવામાં આવતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. ખેડૂત આગેવાનોએ સોશિયલ મીડિયાના માધ્યમથી બંધ કેનાલમાં ફરી પાણી ચાલુ કરવાની તંત્રને માગ કરી હતી.

કેનાલમાં પાણી ન હોવાથી ઉનાળુ પાક અને પશુ માટેના ઘાસચારાના વાવેતરને મોટુ નુકસાન થઈ રહ્યું છે. ટુંક સમયમાં પાણી નહીં ચાલુ કરવામાં આવે તો ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. 15 એપ્રિલ સુધી કેનાલમાં પાણી ચાલુ રહેશે તેવો તંત્રનો આદેશ છે. છતાં 1 એપ્રિલથી પાણી બંધ કરવામાં આવ્યું હોવાનો ખેડૂતોનો આરોપ છે.

આ પણ વાંચો: Gujarati Video : બનાસકાંઠાના ડીસામાં અસામાજિક તત્વો બેફામ, 1.50 લાખના સોનાના દાગીનાની લૂંટ

ખેડૂતોને પાણી ન મળતા બાજરી, ચણા સહિતના પાકોને ભારે નુકસાન થઈ રહ્યુ છે. એકતરફ માવઠાને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યુ છે. ત્યારે કેનાલનું પાણી બંધ થતા જે બચેલો પાક છે તે પણ સુકાઈ જવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે.

આ તરફ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને માવઠાના કારણે કેરીના પાકને પણ નુકસાન પહોંચ્યુ છે. અહીં દાંતા તાલુકાના પર્વતીય વિસ્તારને મીની જૂનાગઢ કહેવાય છે. આ આદિવાસી ખેડૂતો કુદરતી રીતે ખાખરાના પાનમાં મુકીને કેરીઓ પકવે છે, જેથી તેની મીઠાસ અન્ય કેરીઓ કરતા અલગ જ હોય છે. પરંતુ દાંતાની આ કેરીઓને માવઠા અને કમોસમી વરસાદનું ગ્રહણ લાગ્યુ છે. જેના કારણે કેરીના પાકને 50થી 60 ટકા જેટલું માતબર નુકસાન થયું છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">