પંચમહાલ જિલ્લાના દેવગઢ બારીયાના જંગલમાંથી 5 હજાર વર્ષ જૂની સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે. અહીંથી ગુફાની દીવાલો પર સૂર્યપ્રકાશ અને પાણી પણ અસર ન કરે તે પ્રકારે દોરાયેલા ચિત્રો 5 હજાર વર્ષ બાદ પણ અકબંધ અવસ્થામાં મળી આવ્યા છે. આ ચિત્રો એક પુરાવો છે કે આશરે 5 હજાર વર્ષ પૂર્વે અહીંયા માનવ જીવનનું અસ્તિત્વ હતું. આ સંસ્કૃતિ અતિવિકસિત હશે તેવું પુરાતત્વ વિભાગનું માનવું છે.
જંગલની અંદર સુધી ટ્રેકિંગ કરતી વન વિભાગની ટીમે એક ગુફાની અંદર ઓછામાં ઓછા 5,000 વર્ષ પહેલાંના રોક પેઈન્ટિંગ્સ શોધી કાઢ્યા છે. રસપ્રદ વાત એ છે કે આ અમૂલ્ય પુરાતત્વીય અવશેષોમાં રીંછના ચિત્રો મળી આવ્યા છે અને હાલ પણ આ વિસ્તાર રીંછ માટે પ્રખ્યાત છે.. જેથી કહી શકાય કે આશરે 5 હજાર વર્ષ પૂર્વે પણ અહીંયા રીંછનું અસ્તિત્વ હશે.
આ પણ વાંચો: Panchmahal : નલ સે જલ યોજનામાં કૌભાંડની ગંધ આવતા તપાસનો ધમધમાટ શરૂ
પુરાતત્વવિદોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં મેસોલિથિક યુગમાં માણસો વસવાટ કરતા હતા અને હજુ પણ ઘણા ચિત્રો અકબંધ છે. આ શોધથી આશા જાગી છે કે આવા વધુ ચિત્રો અને પૂરાવાઓ આ જંગલની અંદર છુપાયેલા છે અને અહીં માનવ વસવાટ વિશેની વધુ માહિતી પણ મળી શકે છે..
ગુજરાત સહિત પંચમહાલ શહેરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો