Panchmahal : નલ સે જલ યોજનામાં કૌભાંડની ગંધ આવતા તપાસનો ધમધમાટ શરૂ

Panchmahal : નલ સે જલ યોજનામાં કૌભાંડની ગંધ આવતા તપાસનો ધમધમાટ શરૂ

TV9 Gujarati
| Edited By: | Updated on: May 14, 2023 | 1:03 PM

12 મુદ્દાની માહિતીમાં વર્ક ઓર્ડરથી માંડીને કામ કરનાર કોન્ટ્રાક્ટરોના નામ, સરનામા અને બિલોની માહિતી માગવામાં આવી છે..મહત્વપૂર્ણ છે કે શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડે ‘નલ સે જલ’ યોજનામાં કૌભાંડનો આરોપ લગાવીને તપાસની માગ કરી હતી.આખરે ધારાસભ્યના આરોપોમાં દમ જણાતા હવે ACBએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

નલ સે જલ( Nal Se Jal Yojana)  યોજનામાં છલ કરનારાઓની હવે ખેર નથી, પંચમહાલ (Panchmahal) જિલ્લાના શહેરા તાલુકામાં ‘નલ સે જલ’યોજનામાં કૌભાંડની ગંધ આવતા જ હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.ધારાસભ્યએ કરેલા કૌભાંડના આરોપોના પડધા છેક ગાંધીનગર સુધી પડ્યા અને હવે ઉચ્ચકક્ષાએથી તપાસના આદેશ કરાતા લાંચ રૂશ્વત વિરોધી શાખા એક્શનમાં આવી છે અને શહેરા તાલુકાની મોટાભાગની ગ્રામ પંચાયતોની પાણી સમિતિઓને કેટલીક માહિતી આપવા આદેશ કરાયો છે.

ACBએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો

12 મુદ્દાની માહિતીમાં વર્ક ઓર્ડરથી માંડીને કામ કરનાર કોન્ટ્રાક્ટરોના નામ, સરનામા અને બિલોની માહિતી માગવામાં આવી છે..મહત્વપૂર્ણ છે કે શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડે ‘નલ સે જલ’ યોજનામાં કૌભાંડનો આરોપ લગાવીને તપાસની માગ કરી હતી.આખરે ધારાસભ્યના આરોપોમાં દમ જણાતા હવે ACBએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પાણી સમિતિઓ પાસે 12 મુદ્દાની માહિતી માંગી

તો લાંચ રૂશ્વત વિરોધી શાખાએ તાલુકાની પાણી સમિતિઓ પાસે 12 મુદ્દાની માહિતી માંગી છે.આ 12 મુદ્દાઓ પર નજર કરીએ તો પાણી સમિતિના સભ્યોના નામ, હોદ્દા, મોબાઇલ નંબરની માહિતી માગવામાં આવી છે. જે લોકોને પાણી આપવાનો ઠરાવ કરાયો તેની અસલ નકલની માહિતી જે તે કોન્ટ્રાક્ટરને આપવામાં આવેલા વર્ક ઓર્ડરની અસલ નકલો જે એજન્સીને કામ પૂર્ણ કરાયાના નાણા ચૂકવાયા તેના અસલ બિલો કામ માટે એમ.બી.બુક નિભાવેલ હોય તેની પ્રમાણિત કરાયેલી નકલ પાણી સમિતિના બેંકના નામ સહિત ખાતા નંબર અને KYCની માહિતી માંગવામાં આવી છે.

જે અધિકારીઓ સંકળાયેલા હોય તેમના નામ,હોદ્દા, નંબર સાથેની વિગતો આપવા આદેશ કરાયો છે.

જે તે વિસ્તારનું કામ પૂર્ણ થયા અંગેનું અસલ પ્રમાણપત્ર વાસ્મો યોજના હેઠળ કઇ કામગીરી કરાઇ તેની સંપૂર્ણ વિગતો. વાસ્મો યોજના હેઠળ કામ કરનાર એજન્સીનું નામ, સરનામુ અને સંપર્ક નંબર કેટલા સમયમાં કામ પૂર્ણ કરવાનું હતું અને ક્યારે પૂર્ણ કરાયું તેની વિગતો, કામગીરી પૂર્ણ ન થઇ છતાં બિલ ચૂકવાયા હોય તેવા બિલની અસલ નકલ, જે અધિકારીઓ સંકળાયેલા હોય તેમના નામ,હોદ્દા, નંબર સાથેની વિગતો આપવા આદેશ કરાયો છે.

ગુજરાતના અને  પંચમહાલ જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 14, 2023 01:00 PM
g clip-path="url(#clip0_868_265)">