Gujarati Video : રાજકોટમાં મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના, એક યુવકનું મૃત્યુ
આ કારમાં કાર ચાલક અને એક યુવતી હોવાની માહિતી સાંપડી છે. જો કે આ અકસ્માત બાદ કાર ચાલક અને યુવતી કાર મૂકીને ફરાર થઇ ગયા છે. તેમજ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે 7 ઓગસ્ટ 2022ના રોજ કારનો વીમો પૂરો થઈ ગયો હતો.
ગુજરાતના (Gujarat) રાજકોટમાં ગત મોડી રાત્રે હિટ એન્ડ રનની(Hit And Run) ઘટના સામે આવી છે. જેમાં 150 ફૂટના રિંગ રોડ પર અકસ્માત સર્જાયો હતો. જેમાં યુવકનું ઘટના સ્થળે જ મોત થયું છે. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ રામાપીર ચોકડી બ્રિજ ઉતરતા પૂરપાટ ઝડપે આવતી મર્સિડીઝ કારે અકસ્માત સર્જ્યો હતો. જ્યારે આ કારમાં કાર ચાલક અને એક યુવતી હોવાની માહિતી સાંપડી છે. જો કે આ અકસ્માત બાદ કાર ચાલક અને યુવતી કાર મૂકીને ફરાર થઇ ગયા છે. તેમજ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે 7 ઓગસ્ટ 2022ના રોજ કારનો વીમો પૂરો થઈ ગયો હતો.
જ્યારે આરટીઓની વેબસાઇટ મુજબ કારના માલિકનું નામ વિરેન જસાણી છે. જેના આધારે પોલીસે કાર માલિક અને તેને કોણ ચલાવતું હતું તે દિશામાં તપાસ શરૂ કરી છે.
Latest Videos