Gujarati Video : જૂનાગઢ મામલતદાર કચેરીમાં જી-સ્વાન સર્વર ડાઉન, અરજદારોને ભારે હાલાકી
મામલતદાર કચેરીમાં છેલ્લા ત્રણ દિવસથી સર્વર ડાઉનની સમસ્યા હોવાનો અરજદારોએ દાવો કર્યો છે. સર્વર ડાઉનની સમસ્યાથી વિવિધ પ્રકારના દાખલા કઢાવવા આવતા વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે.
Junagadh : જૂનાગઢ મામલતદાર કચેરીમાં (Mamlatdar office) જી-સ્વાન સર્વર (G-Swan Server) ડાઉનની સમસ્યા સર્જાઇ છે. સર્વર ડાઉન થતાં અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મામલતદાર કચેરીમાં છેલ્લા ત્રણ દિવસથી સર્વર ડાઉનની સમસ્યા હોવાનો અરજદારોએ દાવો કર્યો છે. સર્વર ડાઉનની સમસ્યાથી વિવિધ પ્રકારના દાખલા કઢાવવા આવતા વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે. ત્યારે બીજી તરફ વિદ્યાર્થીઓએ આ અંગે વહીવટી વિભાગને રજૂઆત કરી હતી. જેથી વહીવટી વિભાગે વહેલી તકે નિરાકરણની ખાતરી આપી છે. જો કે હાલ અરજદારોને કચેરીએના ધક્કા ખાવા પડી રહ્યા છે.
જૂનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos