Gujarati Video: જામનગરમાં તંત્રના ઢોર ડબ્બામાં વિપક્ષે કર્યુ સરપ્રાઈઝ ચેકિંગ, રોજ 2 પશુના મોત થતા હોવાનો કર્યો આક્ષેપ

|

May 05, 2023 | 6:01 PM

Jamnagar News : વિપક્ષે મનપાના ઢોર પકડવાના ડબ્બામાં આકસ્મિક તપાસ કરી છે અને 1 હજારથી વધુ પશુઓને પકડ્યા બાદ તડકામાં મૂકી રાખ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.

જામનગર (jamnagar) મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટી સામે વિપક્ષ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. વિપક્ષે મનપાના ઢોર પકડવાના ડબ્બામાં આકસ્મિક તપાસ કરી છે અને 1 હજારથી વધુ પશુઓને પકડ્યા બાદ તડકામાં મૂકી રાખ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. વધુમાં 5 દિવસમાં 11 પશુઓના મોત મનપાની બેદરકારીના કારણે થયા હોવાનો વિપક્ષે આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો-Photos: અમદાવાદના ભાડજમાં હરે કૃષ્ણ મંદિરમાં નરસિંહ જયંતી મહોત્સવની થઇ ઉજવણી

વિગત મુજબ જામગરમાં એપ્રિલ માસમાં 63 પશુઓના મોત સરકારી રેકોર્ડમાં નોંધાયા છે. જો કે જાન્યુઆરીમાં 23, ફેબ્રુઆરીમાં 38, માર્ચમાં 85, અને મેના 4 દિવસમાં 11 પશુના મોત થયાનો વિપક્ષે દાવો કર્યો છે. ઢોરને પકડ્યા બાદ મનપા સંભાળ ન લેતું હોવાથી પશુઓના મોત થયાનો સવાલ ઉઠ્યો છે.

વિપક્ષે સત્તા પક્ષ પર આક્ષેપ કર્યાની સાથે ઢોરવાડામાં પશુઓ માટે સુવિધા પૂરી પાડવા માગ કરી છે. ઢોરવાડામાં પીવાના પાણી, પશુઓને ભર ઉનાળે તડકામાં ન બળવું પડે તે માટે છાયાની વ્યવસ્થા અને ઘાસચારો પૂરો પાડવા સહિતની માગ કરી છે. દૈનિક 2 પશુઓના મોત થતા હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે. ત્યાં મનપાના અધિકારીએ જણાવ્યું કે ઉપરી અધિકારીને રજૂઆત કરવામાં આવી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો  tv9gujarati.com પર

  ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video